કલર્સ પર રંગરસિયા 30મી ડિસેમ્બરથી, અનોખી પ્રણય-કથા
મુંબઈ, 21 ડિસેમ્બર : કલર્સ ચૅનલ ઉપર એક નવી સીરિયલ રંગરસિયા આગામી 30મી ડિસેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. આ સીરિયલ એક ગ્રામ્ય યુવતી અને અર્ધસૈનિક બળના અધિકારી વચ્ચેની પ્રણય-કથા ઉપર આધારિત છે.
મળતી માહિતી મુજબ રંગરસિયા સીરિયલની વાર્તા ગ્રામ્ય યુવતી પારો (સનાયા ઈરાની) તેમજ ભારતીય સલામતી દળના ઑફિસર રુદ્ર (આશિષ શર્મા)ની આજુબાજુ ફરે છે. તાજેતરમાં જ કલરસ્ ચૅનલ ઉપર પ્રસારિત થયેલ રંગરસિયાના પ્રોમોમાં ભારતીય સુરક્ષા દળની ટીમને રાજસ્થાનમાં કેટલાંક આતંકવાદીઓને મારતા જોઈ શકાય છે.આગામી 30 ડિસેમ્બરથી પ્રસારિત થનાર શો રંગરસિયાનું નિર્માણ અભિનવ શુક્લા તેમજ નૌટંકી ફિલ્મ્સના સૌરભ તિવારી દ્વારા કરવામાં આવ્યું છે. ગુરુવારે રંગરિસાયના લૉન્ચિંગ પ્રસંગે પ્રોગ્રામિંગ હૅડ પ્રશાંત ભટ્ટે જણાવ્યું - રંગરસિયા ફૂલો અને કાંટાઓની વાર્તા છે. તેની ઝલક કદાચ ગંભીર અને કઠોર લાગશે, પણ અમને ખાત્રી છે કે આ સીરિયલ ખૂબ જ આકર્ષક છે અને તેને આખો પરિવાર સાથે જોઈ શકે છે.













Click it and Unblock the Notifications
