ક્રાઇમ પેટ્રોલમાં આ વખતે દિલ્હી ગૅંગ રેપની દારૂણ કથા
મુંબઈ, 21 સપ્ટેમ્બર : સડકથી લઈ સંસદ સુધીને હચમચાવનાર દિલ્હી ગૅંગ રેપની વાર્તા સોનીના સૌથી લોકપ્રિય ક્રાઇમ શો ક્રાઇમ પેટ્રોલમાં દર્શાવાવમાં આવશે. આ શનિવારે અને રવિવારે આ ઘટનાનું નાટ્ય રૂપાંતરણ સોની ટીવીના ક્રાઇમ પેટ્રોલ શોમાં પ્રસારણ કરવામાં આવશે.

ક્રાઇમ પેટ્રોલને હોસ્ટ કરનાર અભિનેતા અનુપ સોનીનું કહેવું છે કે દિલ્હી ગૅંગ રેપ જેવા ભયાનક અને દુઃખદ બનાવને સનસનાટીપૂર્ણ બનાવાવનો પ્રયત્ન નહીં કરાય. તેમણે જણાવ્યું કે કાર્યક્રમ નિર્માતા આ મુદ્દાને સનસનાટીપૂર્ણ બનાવવાનો પ્રયત્ન નથી કરતાં. સમગ્ર દેશ આ હકીકતથી વાકેફ છે અને દિલ્હીના બનાવના તથ્યો પણ જાણે છે. અમે પોતાના કાર્યક્રમ વડે તેમાં અલગથી કંઈ જ જોડવાના નથી. અમે ક્રાઇમ પેટ્રોલમાં તેને દર્શાવી મુદ્દાને સનસનાટીભર્યો બનાવવાનો પ્રયત્ન નથી કરતાં.
નોંધનીય છે કે 16મી ડિસેમ્બર, 2012ના રોજ દિલ્હીમાં એક ફિજિયોથેરેપીની વિદ્યાર્થિની સાથે છ જણાએ ચાલુ બસમાં સામૂહિક દુષ્કર્મ કર્યુ હતું. ચાર ગુનેગારોને હાલ મોતની સજા ફરમાવવામાં આવી છે. અનુપ સોનીએ જણાવ્યું કે અમે આ કાર્યયક્રમ વડે થોડાક સવાલ ઊભા કરવા માંગીએ છીએ. અમે આ બનાવનું નાટ્ય રૂપાંતરણ કરતી વખતે બહુ ધ્યાન અને સાવધાની રાખી છે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
