Pics : બૉયફ્રેન્ડ સાથે પરિણય સૂત્રમાં બંધાઈ ‘કશિશ’!
મુંબઈ, 1 જાન્યુઆરી : જાણીતા ટેલીવિઝન અભિનેત્રી આમના શરીફે પોતાના બૉયફ્રેન્ડ અમિત કપૂર સાથે લગ્ન કરી લીધાં છે. ફિલ્મ વિતરકમાંથી નિર્માતા બનનાર અમિત કપૂર સાથે આમનાના લગ્ન ગત 27મી ડિસેમ્બરે સમ્પન્ન થયાં. તાજ લૅન્ડ્સ એન્ડ હોટેલમાં 28મીએ રિસેપ્શન યોજાયું કે જેમાં બૉલીવુડ અને ટેલીવુડ જગતની અનેક હસ્તીઓએ હાજરી આપી.
કહીં તો હોગા સીરિયલમાં કશિશ સિંહનું પાત્ર ભજવનાર આમના શરીફ છેલ્લા બે વર્ષથી અમિત કપૂર સાથે ડેટિંગ કરતા હતાં. તેઓ એક માસના હનીમૂનનું પ્લાનિંગ કરી રહ્યાં છે, પરંતુ તેમણે હજી સ્થળ નક્કી કર્યુ નથી. આમનાએ લગ્ન વખતે મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરેલા ડાર્ક બ્લ્યુ અને પિંક ડ્રેસ પહેર્યુ હતું. અમિત કપૂર પણ પર્પલ કૉલર-નેક શેરવાનીમાં ડૅશિંગ લાગતા હતાં.
આમના-અમિતના લગ્નના રિસેપ્શનમાં અભય દેઓલ, પ્રીતિ દેસાઈ, સંજીદા શેખ, કરણવીર બોહરા, મૌની રૉય, આમિર અલી, આરઝૂ ગોવારીકર, રણદીપ હુડા, નિખિલ દ્વિવેદી, શેફાલી ઝરીવાલા, રાગિણી ખન્ના, રીચા ચડ્ઢા તથા બૉલીવુડ-ટેલીવુડની અનેક જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી. અભય દેઓલ રિસેપ્શનમાં પોતાના લિવ-ઇન પાર્ટનર પ્રીતિ દેસાઈ સાથે આવ્યા હતાં. અમિત કપૂર સાથે મુલાકાત પહેલા આમના શરીફ રાજીવ ખંડેલવાલ તથા આફતાબ શિવદાસાણી સાથે ડેટિંગ કરી ચુક્યાં છે.
આવો તસવીરોમાં જોઇએ આમના-અમિતના લગ્ન :

આમના-અમિત
પોતાના પતિ અમિત કપૂર સાથે આમના શરીફ.

મૌની ને સંજીદા સાથે આમના-અમિત
ટેલીવિઝન કલાકારો મૌની અને સંજીદા સાથે આમના-અમિત.

શેફાલી
આમનાના લગ્ન પ્રસંગે પતિ સાથે હાજર રહેલા શેફાલી ઝરીવાલા.

રણદીપ
રણદીપ હુડાએ પણ આમના-અમિતના લગ્ન સમારંભમાં હાજરી આપી હતી.

તેજ-કરણ
આમના-અમિતના લગ્ન સમારંભમાં કરણવીર બોહરા અને તેમના પત્ની તેજ સંધુ.

અભય-પ્રીતિ
પોતાના ગર્લફ્રેન્ડ પ્રીતિ દેસાઈ સાથે અભય દેઓલ પણ પહોંચ્યા હતાં લગ્ન સમારંભમાં.

મૌની રૉય
બ્લૅક એન્ડ ગોલ્ડ ડ્રેસમાં સ્ટનિંગ દેખાતા હતાં મૌની રૉય.

સેઝાન
આમના-અમિતના લગ્નમાં પુષ્પગુચ્છ સાથે પહોંચ્યાં સેઝાન ખાન.

આમિર
ટીવી કલાકાર આમિર અલી પણ પોતાના માતા સાથે પહોંચ્યા હતાં.

સંજીદા-મૌની
સંજીદા અને મૌની કૅમેરા સામે પોઝ આપતાં.

રીચા
રીચા ચડ્ઢા લાલ ડ્રેસમાં પહોંચ્યા હતાં.

રાગિણી
રાગિણી ખન્ના પણ આમના-અમિતના લગ્ન પ્રસંગે હાજર રહ્યા હતાં.

નવયુગલ
પરિણય સૂત્રમાં બંધાયા બાદ પોઝ આપતું નવયુગલ.












Click it and Unblock the Notifications
