Pics : પૂનમે બિગ બૉસ માટે માંગ્યા 3 કરોડ, કરી સલમાન સાથે સરખામણી!
મુંબઈ, 2 સપ્ટેમ્બર : ટ્વિટર ક્વીન પૂનમ પાન્ડેના ભાવ આજકાલ આસમાને છે. પહેલા તો પૂનમ માત્ર ટ્વિટર વડે જ રાજ કરતા હતાં, પરંતુ તાજેતરમાં જ નશા ફિલ્મ સાથે બૉલીવુડમાં પણ તેમની એન્ટ્રી થઈ ગઈ છે અને ત્યારથી તેમણે પોતાની બૉલીવુડની ટોચની અભિનેત્રીમાં ગણતરી શરૂ કરી દીધી છે. એટલે જ તો તેમણે બિગ બૉસમાં એન્ટ્રી કરવા માટે પૂરા 3 કરોડ રુપિયા માંગ્યા છે. પૂનમને બિગ બૉસમાં લાવવા માટે બિગ બૉસની ટીમ છેલ્લી સીઝનથી જ કોશિશ કરી રહી છે.
અંતે હવે તેઓ તૈયાર થયાં અને તે પણ ત્રણ કરોડ રુપિયામાં, પરંતુ બિગ બૉસનું બજેટ માત્ર સવા બે કરોડ જ છે. તેથી પૂનમે ફરી એક વાર ઇનકાર કરી નાંખ્યો. પૂનમે શરત મૂકી છે કે તેઓ ત્રણ કરોડથી ઓછામાં બિગ બૉસ નહીં જ કરે, પરંતુ બિગ બૉસની ટીમ તેમને આટલા રુપિયા નહીં આપી શકે.
પૂનમને પણ ખબર છે કે તેમને લેવાનો મતલબ છે કે ટેલીવિઝન શો બિગ બૉસ 7 અત્યાર સુધીની સૌથી વધુ ટીઆરપી ધરાવતી સીઝન બનવો, પણ તેઓ પણ ઓછા નથી. તેમને પોતાની સો કૉલ્ડ સ્ટાર પાવર યૂઝ કરતાં આવડે છે. તેમનું માનવું છે કે સલમાન ખાન કે જેઓ શોના હોસ્ટ છે, જો તેમના કારણે બિગ બૉસ એક બ્રાન્ડ હોય, તો પૂનમ પાન્ડે પણ એક બ્રાન્ડ છે. પૂનમની શરત ઉપર હાલ વિચારણા ચાલી રહી છે.
આવો તસવીરો સાથે વધુ જાણીએ :

ફૅન ફૉલોઇંગ ઓછી નથી
પૂનમનું માનવું છે કે જો બિગ બૉસ સલમાનના ફૅન્સના કારણે હિટ છે, તો તેમની ફૅન ફૉલોઇંગ પણ ઓછી નથી.

બે નહીં, ત્રણ કરોડ
બિગ બૉસ તરફથી પૂનમને 2 કરોડની ઑફર કરાઈ હતી, પરંતુ પૂનમે 3 કરોડની માંગણી કરી છે.

એંટરટેન પણ તો કરીશ
પૂનમનું માનવું છે કે ત્રણ કરોડ વધુ રકમ નથી, કારણ કે તેઓ એંટરટેન પણ તો કરશે.

પૂનમ-સલમાનમાં શું છે કૉમન
પૂનમે કહ્યું કે તેમના અને સલમાનમાં એક કૉમન વાત છે. સલમાન દરેક ફિલ્મમાં પોતાની શર્ટ ઉતારે છે અને મને પણ એવાં જ શોખ છે.

નશા બાદ સ્ટાર
પૂનમને લાગે છે કે નશા ફિલ્મ ભલે ફ્લૉપ ગઈ હોય, પણ તેઓ બૉલીવુડ સ્ટાર તો બની જ ગયાં છે.












Click it and Unblock the Notifications
