તારક મહેતા... તો શું હવે પોપટલાલ ફાઇનલી પરણી જશે?
મુંબઈ, 6 ડિસેમ્બર : સબ ટીવી પર પ્રસારિત થતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં લગ્નનો ઇંતેજાર કરતાં પોપટલાલનો ઇંતેજાર લાગે છે સમાપ્ત થવાના આરે છે. પોપટલાલના લગ્નનો ઇંતેજાર તો દર્શકોને પણ છે અને દરેક વખતે દર્શકો પોપટલાલની જેમ જ નિરાશ થઈ જાય છે, કારણ કે પોપટલાલનું સેટ જ નથી થતું.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં ઘણા સમય બાદ એક નવી અને કાયમી એન્ટ્રી થઈ રહી છે. હા જી, આ નવી એન્ટ્રી થઈ રહી છે મરાઠી અભિનેત્રી ખુશ્બૂ તાવડેની કે જેઓ બુલબુલનો રોલ કરી રહ્યાં છે. આ બુલબુલ જ પોપટલાલના પત્ની તરીકે ગોકુલધામમાં નવા સભ્ય બનીને આવી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
