ફિલ્મની ઑફર મળતાં પ્રત્યુષાએ છોડી બાલિકા વધુ!
મુંબઈ, 1 માર્ચ : કલર્સની સુપર હિટ સીરિલય બાલિકા વધુની આનંદી હવે બદલાઈ જશે. આનંદીનો રોલ કરનાર પ્રત્યુષા બૅનર્જીની શોમાંથી વિદાય થઈ ગઈ છે. કહે છે કે શો સંચાલકો પ્રત્યુષાના નખરાંથી પરેશાન હતાં. તેથી તેમણે પ્રત્યુષાને શોમાંથી હાંકી કાઢ્યાં, પરંતુ આંતરિક સૂત્રોના જણાવ્યા મુબજ પ્રત્યુષાને વિક્રમ ભટ્ટની ફિલ્મમાં હીરોઇનનો રોલ મળી ગયો છે. તેથી તેમણે નખરાં શરૂ કર્યા હતાં કે જેથી હેરાન થઈ શો વાળા પોતે જ તેમને શોમાંથી બહારનો રસ્તો બતાવવા મજબૂર થઈ ગયાં.

જોકે પ્રત્યુષા બૅનર્જીનું કહેવું છે કે તેઓ ડેલી સોપના કારણે પોતાના આરોગ્ય અને પોતાના માતા તરફ ધ્યાન નહોતા આપી શકતાં. તેથી તેમણે સીરિયલ છોડી દીધી છે. હવે થોડાંક દિવસો તેઓ પોતાના ઘર-પરિવાર સાથે પસાર કરવા માંગે છે. તેમનો બૉલીવુડમાં હાલ જવાનો કોઈ ઇરાદો નથી.
હવે કારણ જે કંઈ હોય, સત્ય તો એ જ છે કે બાલિકા વધુ દ્વારા પોતાની ઓળખ સ્થાપનાર પ્રત્યુષા બૅનર્જી હવે આવનાર દિવસોમાં આનંદી તરીકે નાના પડદે નહિં દેખાય અને તેમના સ્થાને ગુજરાતી બાળા તોરલ રાસપુત્રા આનંદીના રોલમાં નજરે પડશે. જોઇએ કે આનંદી બદલાતાં શો ઉપર કેવી અસર પડે છે?












Click it and Unblock the Notifications
