For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિગ બૉસમાં એન્ટ્રીની વાત ફગાવતાં પ્રિયા

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 12 નવેમ્બર : બિગ બૉસના ઘરમાં ફરી એક વાર વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી અંગે ખૂબ હોબાળો મચ્યો છે. પહેલાં તો બિગ બૉસના ઘરને વધુ મસાલેદાર અને ચટપટુ બનાવવા મૉડેલ તેમજ વિવાદોમાં કાયમ રહેનાર મિંક બરારને બોલાવવામાં આવી અને પછી અચાનક સમાચાર આવ્યાં કે ઇન્ડિયન પોર્ન સ્ટાર પ્રિયા રાયને બિગ બૉસના ઘરમાં લાવવાની તૈયારી થઈ રહી છે, પરંતુ પ્રિયા રાયે આ તમામ અફવાહો ફગાવી દીધી છે.

Priya Rai

પ્રિયા રાય બિગ બૉસમાં આવવાના સમાચાર સાંભળી તેમના ફૅન્સ ખૂબ ખુશ થઈ ગયા હતાં. સૌને લાગ્યું કે ચાલો આ બોરિંગ બિગ બૉસમાં પ્રિયા રાય આવતાં કઈંક તો નવું થશે.

દરમિયાન પ્રિયા રાયે ટ્વિટ કર્યું - હું બિગ બૉસના ઘરમાં નથી આવી રહી અને મને નથી ખબર કે આ અફવાહ કોણ ફેલાવી રહ્યું છે. આ ટ્વિટ વાંચ્યા બાદ પ્રિયા રાયની એન્ટ્રીને લઈને ખુશ થઈ રહેલાં ફૅન્સની તમામ ઉમ્મીદો ઉપર પાણી ફરી વળ્યું.

હવે એવું લાગી રહ્યું છે કે ક્યાંક પ્રિયા રાયની એન્ટ્રીના સમાચાર દ્વારા પબ્લિસિટીતો નથી કરાઈ રહી અને કદાચ તેમને આ વાતનો ફાયદો પણ મળી ગયો કારણ કે છેલ્લા ઘણા વખતથી પ્રિયા રાય અંગે ખૂબ ચર્ચાઓ થઈ રહી છે અને તેવી તમામ ચર્ચાઓમાં બિગ બૉસના નામનો સમાવેશ રહ્યો. બિગ બૉસને પ્રિયાના નામે ખૂબ લાઇમલાઇટ મળી, પરંતુ સાચુ તો એ છે કે આ પ્રકારના પબ્લિસિટી સ્ટંટ વડે પબ્લિસિટી પામવાની આ ચાલ ચૅનલ વાળાઓને ક્યાં સુધી ફાયદો અપાવશે. આનાથી માત્ર શોની ઇમેજ જ ખરાબ થશે. હાલ પ્રિયા રાયની ભલે બિગ બૉસમાં એન્ટ્રી ના થાય, પરંતુ વિશાલ કરવલ ટુંકમાં જ બિગ બૉસના સભ્ય બનનાર છે.

English summary
Priya Rai has denied the news that she is entering into Bigg Boss 6 house. Now it looks like news of Priya Rai's entry was just a publicity stunt done by the channel. Meanwhile Vishal Karwal is joining Bigg Boss show soon.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X