Big Boss 11 : અર્શી ખાને કહ્યું હું કપડા ઉતારું કે કંઇ પણ કરું તને શું?
અર્શી ખાન અને પ્રિયાંક શર્મા વચ્ચે થયો ઝગડો. સાથે જ જાણો અત્યાર સુધીમાં સલમાન ખાનના બિગ બોસ 11ના ઘરમાં બીજા કયા મોટા ઝગડાઓ થયા છે.
બિગ બોસ 11માં વિવાદોનું બીજું નામ બની ચૂકેલી અર્શી ખાને ફરી એક વિવાદ ઊભો કર્યો છે. ઉલ્લેખનીય છે કે હાલ બીગ બોસમાં વિકાસ ગુપ્તા, શિલ્પા શિંદે અને અર્શી ખાન આ ત્રણ નામ તેવા લોકોના નામો બની ચૂક્યા છે જે બિગ બોસમાં કોઇ પણ સમયે વિવાદ સર્જી શકે છે. તેમની સાથે કોઇ પણ પંગો લે તો ઝગડો તો થવાનો જ તે વાત નક્કી થઇ ગઇ છે. અને હવે આ ત્રિપુટીમાં એક ચોથું નામ પણ જોડાઇ ચૂક્યું છે. આ નામ છે પ્રિયાંક શર્માનું. પ્રિયાંક શર્માએ ઘરમાં બીજી વાર એન્ટ્રી લીધી છે. અને બીજી વારમાં પ્રિયાંકનો અંદાજ થોડો બદલાયેલો જોવા મળે છે. હવે તેમની બિગ બોસની રમત દેખીને તેવું લાગી રહ્યું છે કે તે પોતાના દમ પર બિગ બોસ લડી રહ્યા છે.
|
પ્રિયાંક અને અર્શી
આ વીકની શરૂઆત પ્રિયાંક અને અર્શી ખાનના મોટા ઝગડા સાથે શરૂ થઇ. પ્રિયાંકે અર્શી સાથે ઝગડો કરવાનું શરૂ કર્યું. અને તેમના કપડાં પર કમેન્ટ કરવાનું શરૂ કર્યું તે પછી અર્શીને ગુસ્સો આવે છે અને તે માઇક ઉતારીને તમામ હદો પાર કરતી જોવા મળે છે. ત્યારે જ્યાં આ એપિસોડ જલ્દી જ ટીવીમાં જોવા મળશે પણ આ પહેલા પ્રિયંક અને અર્શીની ફાઇટનો એક વીડિયો વાયરલ થયો છે.

વિકાસ ગુપ્તા
જો કે ઝગડા કરવાની એક્સપર્ટી તો વિકાસ ગુપ્તા પાસે પણ સારી એવી છે. તેમણે પોતાનું પ્લાનિંગ કરીને આ ગેમમાં નંબર 1 ખેલાડી બન્યા છે. શિલ્પા સાથે તેમણે તેમનો ઝગડો પૂરો કર્યો અને તેમણે સબ્યસાચીને નોમિનેશનથી બચાવીને દર્શકોના મનમાં પોતાની ખાસ જગ્યા ઊભી કરી છે.

શિલ્પા શિંદે
શિલ્પાએ શરૂઆતમાં ખૂબ જ ઝગડા કર્યા વિવાદ પણ કર્યા છેવટે હિતેનને નોમિનેશનથી બચાવીને તે પણ પરફેક્ટ કંટેસ્ટેન્ટ બની ગઇ છે. સાથે જ હિના ખાન પણ પોતાની લોકપ્રિયતાનો ફાયદો લઇને ગેમ રમે છે.

સપના અને અર્શી
જો કે ઝગડો તો સપના ચૌધરી અને અર્શી ખાન વચ્ચે પણ મોટો થયો હતો. સપનાને નાચવા વાળી કહેવા પર બીગ બોસના ઘરમાં મોટી બબાલ થઇ હતી. પણ બિગ બોસના ઘરમાં વિવાદ થવા ખૂબ જ સામાન્ય વાત છે. અને વિવાદ વગરનું બિગ બોસ વિચારવું પણ અશક્ય છે. આમ દર વખતે અહીં નવા નવા કંટેસ્ટન્ટ આવે છે અને નવા નવા વિવાદ કરતા રહે છે.












Click it and Unblock the Notifications
