બિગ બૉસમાં સલમાનની દિવાળી પૂજામાં સાનિયા-રણવીર ગેસ્ટ

લોનાવાલા, 6 નવેમ્બર : બિગ બૉસ 7ના ઘરે આ વર્ષે દિવાળી બહુ ખાસ રહી. સૌપ્રથમ તો પોતે સલમાન ખાને સૌને દિવાળી વિશ કરી અને પછી તેઓ પોતે ઘરની અંદર ગયાં. સલમાને સૌ સ્પર્ધકોને ભેંટી દિવાળીની શુભેચ્છાઓ પાઠવી અને પછી ઘરના સભ્યો સાથે મળી દિવાળી પૂજા કરી.

સલમાન ખાન માટે ઘરના લોકોએ એક નૌટંકીની પણ તૈયારી કરી હતી અને સૌએ મળી નૌટંકીનાપગલે સલમાન ખાનનું બહુ મનોરંજન કર્યું. ઉપરાંત બિગ બૉસમાં દિવાળી પ્રસંગે બે મહેમાનો આવ્યાં. તેમાં એક હતાં રણવીર સિંહ અને બીજા હતાં સાનિયા મિર્ઝા. રણવીર સિંહે બિગ બૉસના ઘરે જઈ સૌ સ્પર્ધકો સાથે મળી ઇશ્ક્યાઉં તથા ઢિશ્ક્યાઉં ગેમ રમી અને સૌને જણાવ્યું કે એક સ્પર્ધકને ઇશ્કિયાઉં કરે અને એક સ્પર્ધકને ઢિશ્ક્યાઉં કરે. સૌને આ ગેમમાં મજા પડી ગઈ. પછી સલમાન ખાને સાનિયા મિર્ઝાને સ્ટેજ ઉપર બોલાવી. સાનિયા મિર્ઝા ટીવી વડે બિગ બૉસીના ઘરની અંદર આવી ગયાં.

સાનિયાએ પણ ઘરની મહિલા સ્પર્ધકો માટે એક ટાસ્ક તૈયાર કર્યુ કે જેનું નામ હતું વુમન પાવર. આ દરમિયાન એલી અને કામ્યા વચ્ચે તથા ગૌહર અને તનીષા વચ્ચે પંજો લડાવાયો. તેમાં એલી અને ગૌહર જીત્યાં. પછી બંને મહેમાનો જતા રહ્યા બાદ જ્યારે સલમાન ખાન પોતે બિગ બૉસના ઘરમાં ગયાં, તો સૌ સ્પર્ધકો બહુ ખુશ થઈ ગયાં. સલમાને પૂજા કરી અને પછી તમામ સ્પર્ધકોએ એક નૌટંકી યોજી કે જેમાં તનીષા, એન્ડી તેમજ સંગ્રામે નાટક રજૂ કર્યું. પછી અરમાન અને સોફિયાએ એક ગીતની રજુઆત કરી અને પછી ગૌહર તથા એલીએ મળી ડાન્સ પરફૉર્મન્સ આપ્યું.

સલમાને કરી દિવાળી પૂજા

સલમાને કરી દિવાળી પૂજા

સલમાને સૌ સ્પર્ધકોને ભેંટી દિવાળીની શુભેચ્છાઓ પાઠવી અને પછી ઘરના સભ્યો સાથે મળી દિવાળી પૂજા કરી.

સાનિયા મહેમાન

સાનિયા મહેમાન

બિગ બૉસમાં દિવાળી પૂજા દરમિયાન બે ગેસ્ટ હતાં. તેમાં એક હતાં ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા.

રણવીર સિંહ

રણવીર સિંહ

બિગ બૉસમાં દિવાળી પૂજન દરમિયાન રણવીર સિંહ પણ ગેસ્ટ તરીકે હાજર રહ્યા હતાં.

ગીત-ડાન્સ

ગીત-ડાન્સ

અરમાન અને સોફિયાએ એક ગીતની રજુઆત કરી અને પછી ગૌહર તથા એલીએ મળી ડાન્સ પરફૉર્મન્સ આપ્યું.

સાનિયાનું ટાસ્ક

સાનિયાનું ટાસ્ક

સાનિયાએ પણ ઘરની મહિલા સ્પર્ધકો માટે એક ટાસ્ક તૈયાર કર્યુ કે જેનું નામ હતું વુમન પાવર. આ દરમિયાન એલી અને કામ્યા વચ્ચે તથા ગૌહર અને તનીષા વચ્ચે પંજો લડાવાયો. તેમાં એલી અને ગૌહર જીત્યાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X