ક્યારે, ક્યાં અને કોની સાથે લગ્ન કરશે સલમાન ખાન, જાણવા માટે જરૂર જુઓ આ વીડિયો

સલમાન ખાન પણ પોતે આ સવાલનો જવાબ સાંભળીને ઘણા બોર થઈ ગયા છે અને આ કારણે હે તેમણે પોતે આ સવાલોનો અંત કરવાનો નિર્ણય કર્યો છે અને હવે તે બહુ જલ્દી લોકોને આ જણાવવાના છે કે તે ક્યારે, ક્યાં અને કોની સાથે લગ

બોલિવુડના મિસ્ટર દબંગ એટલે કે સલમાન ખાનના લગ્ન ક્યારે થશે, કોની સાથે થશે, ક્યાં થશે, આ એક જટિલ પ્રશ્ન છે જેનો જવાબ ખબર નહિ ક્યારથી શોધવામાં આવી રહ્યો છે, સલમાન ખાન પણ પોતે આ સવાલનો જવાબ સાંભળીને ઘણા બોર થઈ ગયા છે અને આ કારણે હે તેમણે પોતે આ સવાલોનો અંત કરવાનો નિર્ણય કર્યો છે અને હવે તે બહુ જલ્દી લોકોને આ જણાવવાના છે કે તે ક્યારે, ક્યાં અને કોની સાથે લગ્ન કરવાના છે.

સલમાન ખાનનો આ વીડિયો થયો લીક

સલમાન ખાનનો આ વીડિયો થયો લીક

વાસ્તવમાં અને આ વાત એટલા માટે કરી રહ્યા છે કારણકે ડાંસ રિયાલિટી શો નચ બલિયે સીઝલ 9ના સેટથી એક વીડિયો સોશિયલ મીડિયા પર લીક થયો છે જેમાં શોના નિર્માતા સલમાન પોતાનો જ મજાક ઉડાવતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં સલમાન કહી રહ્યા છે કે ટીવી પર સમાચારો ચાલે છે કે સલમાને પોતાના લગ્નની તારીખ અનાઉન્સ કરી...પોતાના લગ્નના સવાલ પર સલમાન ફરીથી ભડક્યા રિપોર્ટર પર, શું સલમાનની આગામી ફિલ્મ હશે તેમની કોઈ એક્સ સાથે? કોણ છે એ બદનસીબ જે છે સલમાનનો અસલી પ્રેમ? આટલા બધા સવાલ અને કોઈ જવાબ નહિ. વિચારુ છુ કે આ બધા સવાલોના તમામ જવાબ આપી જ દઉ.

નચ બલિયે શોના નિર્માતા છે સલમાન ખાન

નચ બલિયે શોના નિર્માતા છે સલમાન ખાન

આ વખતનો શોનો કોન્સેપ્ટ એકદમ અલગ છે જેના કારણે આ શોની ફેન્સ ઘણી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કાસ્ટિંગ લગભગ પૂરી થઈ ગઈ છે જો કે હજુ પણ શોમાં કઈ કઈ સેલિબ્રિટી ભાગ લેશે તેના પર સસ્પેન્સ યથાવત છે. ટૂંક સમયમાં આ શો સ્ટાર પ્લસ પર ટેલીકાસ્ટ થવાનો છે.

વિવેક દહિયા અને દિવ્યાંકા ત્રિપાઠી હતા ગયા વર્ષના વિજેતા

વિવેક દહિયા અને દિવ્યાંકા ત્રિપાઠી હતા ગયા વર્ષના વિજેતા

તમને જણાવી દઈએ કે નચ બલિયે સિઝન 8ને વિવેક દહિયા અને દિવ્યાંકા ત્રિપાઠીની જોડીએ જીતી હતી. જો કે આ વખતે એ જોવાનુ રહેશે કે કોણ આ શો જીતીને આ ખિતાબ પોતાના નામે કરે છે. સમાચાર છે કે આ વખતે શોમાં ઉર્વશી ઢોલકિયા એક્સ બૉયફ્રેન્ડ અનુજ સચદેવા સાથે તેમજ રેસલર ગીતા ફોગાટ પોતાના પતિ સાથે જોવા મળી શકે છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો

સલમાનનો આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર સમાચારોમાં છવાયેલો છે. સલમાનના આ વીડિયોના સામે આવ્યા બાદ ડાંસ રિયાલિટી શો નચ બલિયે સિઝન 9 માટે ઘણી ઉત્સુકતા વધારી દીધી છે. સલમાન ખાન પહેલી વાર શોને પ્રોડ્યુસ કરી રહ્યા છે. શોમાં જજ તરીકે રવીના ટંડન અને અલી અબ્બાસ જફરના નામની પુષ્ટિ થઈ રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X