ઇંતેજાર ખતમ... સન્ડેથી કલર્સ પર છવાશે બિગ બૉસ 7

મુંબઈ, 14 સપ્ટેમ્બર : રવિવારથી કલર્સ ઉપર રાત્રે નવ વાગ્યેથી બિગ બૉસ સીઝન 7 શરૂ થવા જઈ રહ્યો છે. શોના સ્પર્ધકોની જાહેરાત હજી બાકી છે, પણ અટકળો ચાલુ છે તે અંગે. શોના સૌથી મોટા આકર્ષણ છે શોના હોસ્ટ સલમાન ખાન કે જેઓ સતત ચોથી વાર આ શો હોસ્ટ કરવાના છે. શો અંગે સલમાને જણાવ્યું કે તેમને પણ શો હોસ્ટ કરતાં કેટલીક જગ્યાએ બહુ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

સલમાને જણાવ્યું કે તેમની મમ્મી પણ આ શોને બહુ શોખથી જુએ છે. તેથી તેમની ઉપર કંઇક વધુ જ દબાણ રહે છે. સલમાને જણાવ્યું - હું તે વખતે થોડોક મુશ્કેલીમાં મુકાઈ જાઉ છું કે જ્યારે મારે સ્પર્ધકોને બિગ બૉસ હાઉસાંથી બહાર કાઢવાની જાહેરાત કરવી પડે છે, પણ સાથે જ સલમાને એમ પણ જણાવ્યું કે આ શો હવે તેમના જીવનનો ભાગ બની ચુક્યાં છે કે જેમનાથી પોતાને જુદુ કરવું મુશ્કેલ છે.

જોકે આ વખતે જાણવા મળે છે કે સલમાન ખાન શોના દરેક એપિસોડ માટે કલર્સ પાસેથી પાંચ કરોડની માંગણી કરી રહ્યાં છે. ખેર, સાચું કે ખોટું શું છે, તે તો સલમાન ખાન જ જાણે, પણ એટલું નક્કી છે કે આ શોનો લોકો આતુરતાપૂર્વક ઇંતેજાર કરી રહ્યાં છે. શો રવિવારે રાત્રે નવ વાગ્યાથી શરૂ થઈ જશે.

આવો તસવીરો સાથે જાણીએ આ ટેલીવિઝન શો બિગ બૉસ અંગે વધુ વિગતો :

એપિસોડ દીઠ પાંચ કરોડ

એપિસોડ દીઠ પાંચ કરોડ

સાંભળવામાં આવ્યું છે કે સલમાને બિગ બૉસ 7માં એપિસોડ દીઠ પાંચ કરોડ રુપિયાની ડિમાંડ કરી છે.

બે હાઉસ હશે

બે હાઉસ હશે

બિગ બૉસ 7માં આ વખતે બે હાઉસ હશે. એક જહન્નુમ અને બીજું જન્નત.

ફની સલમાન

ફની સલમાન

સલમાનનો સારો રૂપ બતાવશે કે સારાઈના પગલે લોકોને સ્વર્ગ પ્રાપ્ત થશે. સલમાન શોમાં ફની રોલ પણ ભજવશે.

સલમાન ટીઆરપી

સલમાન ટીઆરપી

સીઝન 4થી 7માં હોસ્ટ કરનાર સલમાન ખાન જ આ શોની ટીઆરપી છે.

મારી મમ્મી પણ જુએ છે

મારી મમ્મી પણ જુએ છે

શો અંગે સલમાને કહ્યું કે તેમને શો હોસ્ટ કરતાં મુશ્કેલીઓ આવે છે, કારણ કે મારી મમ્મી પણ આ શો જુએ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X