બિગ બૉસ 7માંથી સલમાન આઉટ, શાહરુખ ઇન?

મુંબઈ, 23 એપ્રિલ : ચોંકી ગયા ને... પણ સમાચાર સાચા છે. આ વખતે કલર્સના લોકપ્રિય શો બિગ બૉસને હોસ્ટ આપના પ્રિય સલમાન ખાન નથી કરવાના, બલ્કે આ વખતે શોને રજૂ કરશે તેમના કટ્ટર દુશ્મન શાહરુખ ખાન.

salman-shahrukh

ચર્ચા એવી છે કે સલમાન ખાન પોતાની બીમારી અને કેસના કારણે બિગ બૉસને હોસ્ટ કરવામાં અસમર્થ છે, કારણ કે તેમની પાસે સૂટેબલ ડેટ્સ નથી. તેથી શોની લોકપ્રિયતા જોતાં શો સંચાલકોએ કિંગ ખાનને એપ્રોચ કર્યાં છે. ખેર હજી શાહરુખ તરફથી કોઈ જવાબ નથી આવ્યો.

કહેનારા કહે છે કે શાહરુખ ખાન તો આ જ ફિરાકમાં રહે છે કે કઈ રીતે તેઓ સલમાનને નીચા બતાવે. તેથી તેઓ સો ટકા આ શોનું હોસ્ટિંગ કરવાનું સ્વીકારી લેશે. સલમાન ખાને આ શોને જ્યારથી હોસ્ટ કર્યો છે, ત્યારથી જ તે વિવાદોમાં રહેવા છતાં લોકપ્રિયતા પામવામાં સફળ રહ્યો છે.

જોકે ટેલીવિઝનના નાના પડદે હોસ્ટ તરીકે શાહરુખ ખાન ખાસ સફળ રહ્યા નથી. તેમણે કૌન બનેગા કરોડપતિ એટલે કે કેબીસીની એક સીઝન હોસ્ટ કરી હતી, ત્યારે કેબીસીની ટીઆરપીમાં ઘટાડો નોંધાયો હતો, જ્યારે હોસ્ટ તરીકે અમિતાભ બચ્ચન અને સલમાન ખાન શાહરુખ ખાન કરતાં ઘણાં આગળ રહ્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X