For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇતિહાસ સર્જશે સરસ્વતી ચંદ્ર : સંજય લીલા ભાનુશાળી

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 26 ફેબ્રુઆરી : ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક સંજય લીલા ભાનુશાળીની ટેલીવિઝન સીરિયલ સરસ્વતી ચંદ્રનું પ્રસારણ સોમવારથી સ્ટાર પ્લસ ઉપર શરૂ થઈ ગયું છે અને તેમને આશા છે કે આ સીરિયલ પોતાના બે હજાર એપિસોડ પૂર્ણ કરશે.

saraswatichandra

પચાસ વર્ષીય ભાનુશાળીએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું - મારી બસ એક જ તમન્ના છે કે અમે સારી સીરિયલ બનાવીએ. કલાકારોએ સારૂ કામ કર્યું છે. આ સીરિયલ 2000 એપિસોડ સુધી ચાલશે અને શક્ય છે કે તે સૌથી લાંબી અને યાદગાર સીરિયલ બની જાય.

સરસ્વતી ચંદ્ર સીરિયલમાં અભિનેતા ગૌતમ રોડે તથા અભિનેત્રી જેનીફર વિંગેટ મુખ્ય ભૂમિકામાં છે. નોંધનીય છે કે અતાયર સુધી ભારતીય ટેલીવિઝનના ઇતિહાસમાં 1,833 એપિસોડ સાથે ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી સૌથી લાંબી સીરિયલ રહી છે. તેનું પ્રસારણ વર્ષ 2000માં શરૂ થયુ હતું અને સમાપન 2008માં થયુ હતું.

English summary
Saraswati chandra Creats History said Sanjay Leela Bhansali. Its a beautiful love story.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X