સરસ્વતી ચંદ્ર સાથે કમબૅક કરશે મોનિકા બેદી
મુંબઈ, 19 ફેબ્રુઆરી : અત્યાર સુધીનો સૌથી ભવ્ય શો સરસ્વતી ચંદ્ર આગામી 25મી ફેબ્રુઆરીના રોજ સાંજે સાડા સાત વાગ્યાથી સ્ટાર પ્લસ ઉપર શરૂ થવા જઈ રહ્યો છે. આ શો અનેક લોકોના ભાગ્યનો ફેંસલો કરવાનો છે. સૌથી મોટો જુગાર તો શોના નિર્માતા અને દિગ્દર્શક સંજય લીલા ભાનુશાળીએ ખેલ્યો છે કે જેઓ પ્રથમ વાર આ સીરિયલ દ્વારા ટેલીવિઝનના નાના પડદે એન્ટ્રી કરી રહ્યાં છે, તો બીજી બાજુ આ શો દ્વારા ગૅંગસ્ટર અબુ સલેમના પ્રેમિકા તથા અભિનેત્રી મોનિકા બેદી પણ કમબૅક કરી રહ્યાં છે.

પોતાના જીવન અને કૅરિયર માટે સરસ્વતી ચંદ્ર સીરિયલને ખૂબ જ મહત્વની માનતાં અભિનેત્રી મોનિકા બેદીએ જણાવ્યું કે તેઓ પોતાના જીવનનો કાળો ભૂતકાળ ભુલાવી ચુક્યાં છે અને હવે આગળ વધવા માંગે છે. તેથી તેમણે ઓરમાન માતાનો રોલ પસંદ કર્યો છે. મોનિકાએ શોના રોલ માટે સંજય લીલા ભાનુશાળીના દિલ ખોલીને વખાણ કર્યાં અને જણાવ્યું કે તેમને આશા છે કે લોકો તેમના આ રોલને જરૂર પસંદ કરશે. મોનિકાનો રોલ સરસ્વતી ચંદ્ર શોમાં ગ્રેશેડ વાળો છે.
આપને જણાવી દઇએ કે જાણીતા ગુજરાતી નવલકથા સરસ્વતી ચંદ્રની વાર્તા અગાઉ ફિલ્મ તરીકે રજૂ થઈ ચુકી છે. તેને નાના પડદે ભવ્યતા સાથે રજૂ કરવાનો પ્રયત્ન સંજય લીલા ભાનુશાળીએ કર્યો છે. સીરિયલમાં મુખ્ય કલાકારો જેનીફર સિંહ અને ગૌતમ રોડે છે. ભાનુશાળીએ આ અગાઉ નાના પડદા ઉપર રિયલિટી શોમાં જજની ભૂમિકા ભજવી છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી


Click it and Unblock the Notifications
