દિલ મિલ ગયે સીરિયલની અભિનેત્રી ઓહાના શિવાનંદે કર્યો સનસનીખેજ ખુલાસો
ટીવી અભિનેત્રી ઓહાના શિવાનંદે સોશિયલ મીડિયા પર સનસનીખેજ આરોપ લગાવ્યો છે. તેણે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ દ્વારા બહેનની સાસુ પર હત્યાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે.
ટીવી અભિનેત્રી ઓહાના શિવાનંદે સોશિયલ મીડિયા પર સનસનીખેજ આરોપ લગાવ્યો છે. તેણે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ દ્વારા બહેનની સાસુ પર હત્યાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે. ઓહાનાએ આરોપ લગાવ્યો છે કે તેમની સાસુ મારી અને મારી બહેનની હત્યા કરવા ઈચ્છે છે. તમને જણાવી દઈએ કે ઓહાના ટીવી શો દિલ મિલ ગયેથી લોકપ્રિય થઈ ગતી. તેણે આ સીરિયલમાં કરણ સિંહ ગ્રોવર સાથે કામ કર્યુ હતુ. ઓહાનાએ પોતાની પોસ્ટમાં લખ્યુ છે કે તેની માએ આ બાબતે પોલિસને ફરિયાદ કરી છે પરંતુ આરોપી ફરાર છે.

ઓહાનાએ જણાવ્યુ કે જ્યારે અમે ફરિયાદ નોંધાવી અને નોટિસ મોકલાવી તો આગલા દિવસે જ મારી બહેનની સાસુ ભાવના બ્રહ્મભટ્ટ અમેરિકા ભાગી ગઈ. ઓહાનાએ લખ્યુ કે કૃપા કરી ભારતમાં પોલિસનો સામનો કરો. ભારતમાં પોલિસે મારી માને ઘણી વાર ફોન કર્યા અને જણાવ્યુ કે એ તો ભાગી ગઈ, અમને જણાવો ક્યારે આવશે પાછા. ઓહાના લખ્યુ કે હત્યાના કેસમાં ભારતમાં તમારી શોધ થઈ રહી છે, હવે જોઈએ છે શું થાય છે, હું તમને બધાને આ વિશે આગળની અપડેટ જરૂર આપીશ. આ સાથે જ ઓહાનાએ પોતાના જાણનારાઓ પાસે સોશિયલ મીડિયા પર મદદ માંગી છે.












Click it and Unblock the Notifications
