શ્વેતા તિવારીએ પોતાના લગ્નને ગણાવ્યો ઝેરીલો ઘા, પતિ અભિનવ પર લગાવ્યા આરોપ
ટીવીની દુનિયાની જાણીતી અભિનેત્રી શ્વેતા તિવારી એક વાર ફરીથી પોતાના એક નવા શોના કારણે ચર્ચિત છે.
ટીવીની દુનિયાની જાણીતી અભિનેત્રી શ્વેતા તિવારી એક વાર ફરીથી પોતાના એક નવા શોના કારણે ચર્ચિત છે. તે સોની ટીવીના જાણીતા શો 'મેરે ડેડ કી દુલ્હન' દ્વારા એક વાર ફરીથીધમાલ મચાવવા માટે તૈયાર છે. હાલમાં જ આ શોના પ્રમોશન દરમિયાન શ્વેતા તિવારીએ સ્પૉટબોય સાથે વાતચીત કરી જ્યાં તેમણે શો ઉપરાંત પોતાની પર્સનલ લાઈફ વિશે પણ ખુલીને વાતચીત કરી.

શ્વેતા તિવારીએ પતિ અભિનવ કોહલી પર લગાવ્યા છે સંગીન આરોપ
શ્વેતા તિવારી સાથે તેની દીકરીએ પણ મુંબઈના સમતા નગર પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ અભિનવે બે દિવસ જેલમાં કાપવા પડ્યા હતા. એક્ટરને આઈપીસીની કલમ 354એ,323, 504, 506,509 હેઠળ આરોપી બનાવવામાં આવ્યા હતા. આરોપ હતો કે અભિનવ કોહલીએ પોતાની પારકી દીકરી સામે અયોગ્ય ભાષાનો ઉપયોગ કર્યો છે.

લગ્ન એક ઝેરીલો ઘા છેઃ શ્વેતા તિવારી
આ વિશે વાત કરતા શ્વેતાએ કહ્યુ કે તેમણે ખોટાને જ ખોટુ કહ્યુ છે અને આ વાત માટે તેમને કોઈ દુઃખ નથી. શ્વેતાને જ્યારે પૂછવામાં આવ્યુ કે તેમનો મહિલાઓ પ્રત્યે શું મેસેજ છે જે ઘરેલુ હિંસાનો શિકાર બને છે ત્યારે શ્વેતાએ કહ્યુ જે લોકો કહે છે કે ‘સારુ ફરીથી પણ પ્રોબ્લેમ?' જો આવુ ન થતુ તો હું તેમને પૂછવા ઈચ્છુ છુ કે છેવટે આવુ કેમ નથી થઈ શકતુ. લોકો શું બોલે છે એનાથી મને કોઈ ફરક નથી પડતો. કમસે કમ મારી પાસે હિંમત તો છે કે મને ફરીથી સમસ્યાનો સામનો કરવો પડે તો હું મારી સમસ્યાઓ વિશે કોઈ ડર વિના બોલી શકુ છુ, મારી દીકરી માટે લડી શકુ છુ, જેના સાથે ખોટુ થઈ રહ્યુ હતુ, લોકો શું બોલે છે એનાથી મને કોઈ ફરક નથી પડતો, હું માત્ર એ જ કરીશ જે મારા બાળકોની પર્સનલ ગ્રોથ માટે યોગ્ય છે. તેમણે પોતાના લગ્નની તુલના એક ઝેરીલા ઘા સાથે કરી.

શ્વેતાએ જણાવ્યુ કે તે વાસ્તવમાં ખુશ છે...
શ્વેતા તિવારીએ અભિનવ કોહલી સાથે થયેલા લગ્ની તુલના એક ઝેરીલા ઘા સાથે કરતા કહ્યુ કે તેને આમાંથઈ બહાર નીકળવુ હતુ. શ્વેતાએ જણાવ્યુ કે તે વાસ્તવમાં ખુશ છે અને પોતાના આવનારા શો ‘મેરે ડેડકી દુલ્હન' માટે ઘણી ઉત્સાહિત છે.

બે બાળકોની મા છે શ્વેતા તિવારી
તમને જણાવી દઈએ કે ટીવી સીરિયલ કસૌટી જિંદગી કીથી પોતાના કેરિયરની શરૂઆત કરનાર શ્વેતા તિવારીએ ઘર ઘરમાં પ્રેરણાની ભૂમિકાના નામથી ચર્ચિત રહી. તે ઘણી ફિલ્મોમાં પણ જોવા મળી ચૂકી છે. તે બિગ બૉસ 4ની વિનર રહી ચૂકી છે. પહેલા લગન રાજા ચૌધરી સાથે થયા હતા. શ્વેતા 19 વર્ષની ઉંમરમાં 23 ડિસેમ્બર 1998ના રોજ રાજા ચૌધરી સાથે લગ્નના બંધનમાં બંધાઈ હતી. 2 વર્ષ બાદ તેણે દીકરી પલકને જન્મ આપ્યો. ત્યારબાદ ઘણી વાર બંને વચ્ચે અણબનાવ થવા લાગ્યા. તેમણે ખુલીને રાજ પર ઘરેલુ હિંસા, મારપીટ કરવા અને દીકરીની હત્યા કરવાની કોશિશનો આરોપ લગાવ્યો. રાજા ન માત્ર શ્વેતા તિવારી સાથે મારપીટ કરતો પરંતુ દીકરી પલક પર પણ હાથ ઉઠાવતા હતા. શ્વેતાએ વર્ષ 2007નાં રાજા સાથે છૂટાછેડા લીધા.

અભિનવ સાથે કર્યા બીજા લગ્ન
ત્યારબાદ વર્ષ 2013માં તેણે અભિનવ સાથે લગ્ન કરી લીધા. ત્યારબાદ તે બીજી વાર મા બની અને દીકરા રેયાંશને જન્મ આપ્યો પરંતુ છેલ્લા બે વર્ષથી તેના અભિનવ સાથે સંબંધો બરાબર નથી. થોડા સમય પહેલા શ્વેતાએ પતિ સામે પોલિસમાં ફરિયાદ કરાવી તો સત્ય બધા સામે આવ્યુ.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
