Pics : ‘એક નનદ કી ખુશિયોં કી ચાબી મેરી ભાભી’ લૉન્ચ
મુંબઈ, 7 જૂન : સ્ટાર પ્લસ ઉપર આ જ મહીનાથી શરૂ થનાર નણંદ-ભાભી પર આધારિત નવી સીરિયલ એક નનદ કી ખુશિયોં કી ચાબી મેરી ભાભી લૉન્ચ થઈ ગઈ છે.
મુંબઈમાં યોજાયેલ લૉન્ચિંગ પ્રસંગે સીરિયલના સ્ટાર કાસ્ટ કાંચી કૌલ, એશા કંસારા તથા કંવલજીત સિંહ હાજર રહ્યા હતાં. નણંદ-ભાભી પર આધારિત એક તદ્દન નવા કૉન્સેપ્ટ સાથેની સીરિયલ અંગે તેના કલાકારો ખૂબ ઉત્સાહિત છે. તેમનો દાવો છે કે આ ટેલીવિઝન સીરિયલ કંઇક હટકે હશે, કારણ કે કદાચ તેમાં નણંદ-ભાભીના ઝગડા નહીં, પણ બંને વચ્ચેનો પ્રેમ દર્શાવવામાં આવશે.
આવો તસવીરો જોઇએ અને સાથે જાણીએ વધુ વિગતો.

એક નનદ કી ખુશિયોં કી ચાબી મેરી ભાભી
સ્ટાર પ્લસ ચૅનલ ઉપર ટુંકમાં જ આ સીરિયલ શરૂ થનાર છે કે જેનું ટાઇટલ એક નનદ કી ખુશિયોં કી ચાબી મેરી ભાભી રાખવામાં આવ્યું છે.

નણંદ-ભાભી પર આધારિત
આ સીરિયલ નણંદ અને ભાભીના સંબંધો ઉપર આધારિત હશે.

નવું કૉન્સેપ્ટ
ક્યોંકિ સાસ ભી કભી બહુ થી સહિત અનેક એવી જ સીરિયલો ટેલીકાસ્ટ કરી ચુકેલા સ્ટાર પ્લસ ઉપર આ તદ્દન નવું કૉન્સેપ્ટ છે.

જાણીતા કલાકારો
નવા કૉન્સેપ્ટ સાથે આવનાર સીરિયલમાં કંવલજીત સિંહ, સુપ્રિયા પિલગાંવકર જેવા જાણીતા કલાકારો ઉપરાંત વિપુલ ગુપ્તા, કાંચી કૌલ, રોહિત સાગર, શ્વેતા ગૌતમ, એશા કંસારા પણ હશે.

એક હજારોં મેં...નું સ્થાન લેશે
એક નનદ કી ખુશિયોં કી ચાબી મેરી ભાભી એટલે કે ઈએનકેકેકેએમબી સીરિયલ સ્ટાર પ્લસ ઉપર હાલ ચાલતી એક હજારોં મેં મેરી બહના હૈ સીરિયલનું સ્થાન લેશે કે જે બે બહેનોના સંબંધોની વાર્તા હતી.

આ જ મહીને શરૂ થશે
આ નવી સીરિયલ આ મહીને જ શરૂ થવાની શક્યતા છે.

કલાકારો ઉત્સુક
એક નનદ કી ખુશિયોં કી ચાબી મેરી ભાભીના કલાકારો સીરિયલ અંગે ખૂબ જ ઉત્સાહિત છે અને તેમને વિશ્વાસ છે કે આ સીરિયલ સફળતાપૂર્વક ચાલશે.












Click it and Unblock the Notifications
