સંઘર્ષે મજબૂત કર્યો પુત્રી સાથેનો સંબંધ : શ્વેતા તિવારી
મુંબઈ, 13 મે : ટેલીવિઝન કલાકાર શ્વેતા તિવારી કહે છે કે જીવનના સંઘર્ષપૂર્ણ દિવસોમાં તેમની પુત્રી એકમાત્ર તેમનો સહારો હતી અને સાથે-સાથે મુશ્કેલીઓમાંથી પસાર થતાં માતા-પુત્રીનો સંબંધ વધુ મજબૂત પણ થઈ ગયો.

શ્વેતાએ જણાવ્યું - મને લાગે છે કે જે કંઈ પણ મારી સાથે વીત્યું, તે બાદ હું અને મારી પુત્રી વધુ મજબૂત થયાં. તે તમામ મુશ્કેલીઓમાં મારી સાથે રહી.
શ્વેતા તિવારીએ 18 વર્ષની વયે રાજા ચૌધરી સાથે લગ્ન કર્યા હતાં, પરંતુ સાત વરસ બાદ બંનેના છુટાછેડા થઈ ગયાં. શ્વેતાની 12 વરસની પુત્રી પલક છે. 32 વર્ષીય શ્વેતા પોતાના વ્યવસાયની અનિયમિતતા તથા કામની વ્યસ્તતાના કારણે પોતાની પુત્રીને પુરતો સમય નથી આપી શકતાં, પરંતુ તેમની પુત્રી પલક પત્રોના માધ્યમથી પોતાના માતા સાથે સમ્પર્કમાં રહે છે.
શ્વેતા તિવારીએ જણાવ્યું - અમે મધર્સ ડેએ પણ સાથે નહોતાં. મારી પુત્રી કાયમ મને એવો અહેસાસ કરાવે છે કે હું તેના માટે કેટલી ખાસ છું. તે મને પત્ર લખે છે અને કાર્ડ મોકલે છે. અનેક વાર જે વાત તે મને કહી નથી શકતી, મને લખી રાખે છે કે જેથી હું વાંચી લઉં. જ્યાં સુધી હું કામથી ઘરે પરત ફરુ, ત્યાં તો પલક સુઈ ચુકેલી હોય છે. પલકને ખબર છે કે તેની માતા કામમાં વ્યસ્ત રહે છે. ક્યારેક-ક્યારેક મને ખૂબ દુઃખ થાય છે કે હું પોતાની પુત્રીને સમય નથી આપી શકતી, પણ તે મારી મજબૂરી છે.












Click it and Unblock the Notifications
