Excl- સુમંત અને સોનાલી બન્યાં આઈજીટી ટ્રૉફી વિજેતા
મુંબઈ, 23 નવેમ્બર : ઇન્ડિયાસ ગૉટ ટૅલેન્ટ એટલે કે આઈજીટીમાં દુનિયાભરમાંથી આવેલ પ્રતિસ્પર્ધીઓએ પોત-પોતાનું ટૅલેન્ટ દાખવ્યું તથા આ શો પોતાની પરાકાષ્ઠાએ પહોંચી ગયો છે. આ શનિવારે શોના ત્રણ ફાઇનલિસ્ટ બિવાશ એકેડેમી ઑફ ડાન્સ, તોષણ સિંહ તથા તાન્યા એન્ડ મુકેશમાંથી બિવાશ એકેડેમીના બે બાળકો સુમંત તથા સોનાલીએ આ વર્ષની આઈજીટી ટ્રૉફી જીતી લીધી. સાથે શોમાં જબ તક હૈ જાન ફિલ્મના પ્રમોશન માટે આવેલ શાહરુખ ખાન, કૅટરીના કૈફ તેમજ અનુષ્કા શર્માના હાથે વિજયી ટ્રૉફી પ્રાપ્ત કરી અને જજિસ કરણ, મલાઇકા તથા કિરણના હાથે 50 લાખનું ચેક મેળવ્યું. આ ઉપરાંત વિજેતાને મારુતિ અલ્ટો 800 પણ પુરસ્કાર તરીકે અપાઈ. મારુતિના જીએમ મનોહર ભટ્ટે કારની ચાવી આ બંને વિજેતાઓને સોંપી.
મલાઇકા અરોરા ખાને જ્યાં મુન્ની બદનામ હુઈ... ગીત ઉપર ઠુમકા લગાવ્યાં, તો બાજી બાજુ કિરણ ખેર, શાહરુખ ખાન તથા મનીષ પૉલે પણ કલ હો ના કલ ફિલ્મના પ્રિટી વુમન.. ગીત ઉપર ડાંસ કર્યો. આ શોના ફિનાલેમાં માય નેમ ઇઝ ખાન ફિલ્મના ગીત સજદા.. ના સિંગર રીચા શર્મા, તોષણ તથા ચંચલ ભારતીએ પણ પરફૉર્મ કર્યું. સાથે જ શાહરુખે સલમાનના ભાભી એટલે કે મલાઇકા સાથે પણ ડાંસ કર્યો. કરણ જૌહર તેમજ કિરણ ખેરે મલાઇકા અને શાહરુખની જોડીની ખૂબ પ્રશંસા કરી.
આવો તસવીરોમાં જોઇએ આઈજીટી ફિનાલેના દૃશ્યો.

સુમંત અને સોનાલીએ જીતી આઈજીટી ટ્રૉફી
બિવાશ એકેડેમીના સુમંત અને સોનાલીએ ઇન્ડિયાસ ગૉટ ટૅલેન્ટની આ વર્ષની ટ્રૉફી જીતી. સાથે જ બંનેને 50 લાખનું ચેક તથા મારુતિ અલ્ટો 800 કારણ પણ પુરસ્કાર તરીકે આપવામાં આવી.

રાધા કી ચુનરી... પર લાગ્યા ઠુમકાં
કરણ જૌહરની સ્ટુડન્ટ ઑફ ધ ઈયર ફિલ્મના ગીત રાધા કી ચુનરી... પર કૅટરીના કૈફ, અનુષ્કા શર્મા, શાહરુખ ખાન, કરણ જૌહર તથા જજિસે મળી ડાંસ કર્યો.

શાહરુખ ખાન પણ ઝુમ્યાં
શાહરુખ ખાન પણ આઈજીટી પ્રતિસ્પર્ધીઓ સાથે ડાંસિંગના રંગે રંગાઈ ગયાં અને મન મુકીને ઝુમ્યાં.

મલાઇકાએ મુન્ની તથા અનારકલી પર ઠુમકા લગાવ્યાં
મલાઇકા અરોરા ખાને આઈજીટીમાં દબંગના ગીત મુન્ની બદનામ હુઈ... અને હાઉસફુલ 2ના હિટ ગીત અનારકલી ડિસ્કો ચલી... ગીત પર ઠુમકા લગાવ્યાં.

પ્રિટી વુમન... કિરણ ખેર
કિરણ ખેરે શાહરુખ ખાન સાથે પ્રિટી વુમન... ગીત પર ડાંસ કર્યો.

યે લડકા હૈ દીવાના... ફરાહ
ફરાહ ખાને યે લડકા હૈ દીવાના... ગીત પર મન મુકીને ડાંસ કર્યો.

રાધા તેરી ચુનરી... કરણ
કરણ જૌહરે પણ શાહરુખ, કૅટરીના, અનુષ્કા અને કિરણ સાથે રાધા તેરી ચુનરી... ગીત પર ઠુમકા લગાવ્યાં.

શાહરુખનું ઘેલું
શાહરુખ ખાનને પોતાની વચ્ચે પામી આઈજીટીના પ્રતિસ્પર્ધીઓ ખુશખુશાલ થઈ ગયાં અને તેમને એક વાર નજીકથી જોવાની જિદે ચડ્યાં.

છંઇયા છંઇયા... નો ધમધમાટ
શાહરુખ ખાન તથા મલાઇકા અરોરા ખાને પણ દિલ સે ફિલ્મના ચલ છંઇયા છંઇયા... ગીત પર ધમાલ મચાવી. ફરાહ અને કરણે મળી આ જોડીની પ્રશંસા કરી.

જેટીએચજેનું પ્રમોશન
શાહરુખ ખાન, કૅટરીના અને અનુષ્કાએ મળી મજા માણતાં પોતાની ફિલ્મ જબ તક હૈ જાનનું પ્રમોશન કર્યું.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?








Click it and Unblock the Notifications
