ડબલ ડોઝ : એક તો મલ્લિકા, ઉપરથી સન્ની લિયોન!
મુંબઈ, 29 ઑગસ્ટ : વિચારો જરા, જો આપની સામે એક બાજુ હૉટ, સેક્સી અને મર્ડર ગર્લ મલ્લિકા શેરાવત બેઠા હોય અને તેમની બાજુમાં સ્મિત ફરકાવતાં પોર્ન સ્ટાર સન્ની લિયોન, તો આપના કેવા હાલ થશે? હવે આપ કહેશો કે એક જ મંચે હુશ્નની બે પરીઓ કઈ રીતે આવી શકે? આ તો અશક્ય છે?

આપને જણાવી દઇએ કે આવું અશક્ય લાગતું કામ શક્ય બનવા જઈ રહ્યું છે. આ આશ્ચર્યજનક કમાલ થશે રિયલિટી ડેટિંગ ગેમ શો ધ બૅચલેરેટ ઇન્ડિયા મેરે ખ્યાલોં કી મલિકામાં. આ ટેલીવિઝન શો લાઇફ ઓકે ચૅનલ ઉપર શરૂ થવાનો છે. આ શોમાં મલ્લિકા શેરાવત તથા સન્ની લિયોન સાથે દેખાશે અને તે પણ બહેનપણીઓ તરીકે. આને કહેવાય ડબલ ડોઝ. શોના હોસ્ટ ટેલીવિઝન કલાકાર રોહિત રૉય હશે. શોનું શૂટિંગ શરૂ થઈ ચુક્યું છે.
નોંધનીય છે કે આ એ જ શો છે કે જેના લૉન્ચિંગ પ્રસંગે મલ્લિકાએ જણાવ્યુ હતું કે તેમના માટે બૉલીવુડમાં કોઈ બેસ્ટ અપરિણીત છે, તો તે હૅન્ડસમ કરણ જૌહર છે. આ શો વડે મલ્લિકા શેરાવત પોતાના માટે બેસ્ટ મૅચની શોધ કરશે અને પોતાની તેમજ પોતાના શોની ટીઆરપી વધારવાનો પ્રયત્ન કરશે. મલ્લિકાને લાગે છે કે આ શો તેમને કૌન બનેગા કરોડપતિ અને અમિતાભ બચ્ચનની જેમ પ્રસિદ્ધિ આપશે.












Click it and Unblock the Notifications
