તારક મહેતા... ઇન વારાણસી : જેઠાલાલ કહે - અચ્છે દિન આને વાલે હૈં... પોપટલાલના લગ્ન થઈ જશે...

Google Oneindia Gujarati News

વારાણસી, 10 મે : આ શું? મોદી કહી રહ્યાં છે કે મોદી સરકાર આવશે, તો પોપટલાલના અટકી પડેલા લગ્ન પણ થઈ જશે. જો જો રખે ચૂકતાં... આ બંને મોદીમાં ફરક છે. પહેલી વાર ઉલ્લેખાયેલ મોદી એટલે અસિત મોદી કે જેઓ સબ ટીવી પર પ્રસારિત થતા લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા છે અને બીજી વાર ઉલ્લેખાયેલ મોદી એટલે નરેન્દ્ર મોદી કે જેમના ચૂંટણી પ્રચાર માટે આ શોની આખી ટીમ વારાણસીમાં ઉતરી પડી છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમ વારાણસીમાં ભાજપના ઉમેદવાર અને વડાપ્રધાન પદના દાવેદાર નરેન્દ્ર મોદીના સમર્થનમાં જોરદાર પ્રચાર કરી રહી છે. આ ટીમમાં નિર્માતા અસિત મોદી, જેઠાલાલ, તારક મહેતા, રોશન સિંહ સોઢી અને પત્રકાર પોપટલાલનો સમાવેશ થાય છે. આ તમામ કલાકારોએ ગઈકાલે જ વારાણસીમાં એક રોડ શો પણ કર્યો. આ કલાકારો ખાસ રીતે શણગારાયેલ રથ ઉપર સવાર થઈ નિકળ્યાં.

વારાણસીમાં મુખ્ય મુકાબલો નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના અજય રાય તથા આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ વચ્ચે છે, પરંતુ તારક મહેતા...ની ટીમ માત્ર મોદીને સપોર્ટ કરે છે. તારક મહેતા...ની ટીમ ગુજરાતમાં પણ મોદી અને ભાજપના ચૂંટણી પ્રચાર અભિયાનમાં જોડાઈ ચુકી છે.

ચાલો તસવીરો સાથે જોઇએ કોણે શું કહ્યું :

તારક મહેતાની ટીમ વારાણસીમાં

તારક મહેતાની ટીમ વારાણસીમાં

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમ વારાણસી પહોંચી ગઈ છે અને ભાજપ તથા નરેન્દ્ર મોદીના ટેકામાં ધડાકાભેર પ્રચાર ઝુંબેશ ચલાવી રહી છે.

રોડ શો કરી પ્રચાર

રોડ શો કરી પ્રચાર

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા અસિત મોદી ઉપરાંત જેઠાલાલ, રોશન સિંહ સોઢી, પત્રકાર પોપટલાલ અને તારક મહેતા રોડ શો કરી મોદીના સમર્થનમાં પ્રચાર કરી રહ્યાં છે.

મોદી સાથે મોદી

મોદી સાથે મોદી

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા અસિત મોદીના નરેન્દ્ર મોદી સાથે સારા સંબંધો છે અને બંને મળતા રહે છે. એટલે જ અસિત મોદીએ આખી ટીમ ઉતારી દીધી છે.

તો પોપટલાલ પણ પરણી જશે...

તો પોપટલાલ પણ પરણી જશે...

વારાણસીમાં પ્રચાર દરમિયાન અસિત મોદીએ જણાવ્યું - જો મોદી સરકાર આવશે, તો પત્રકાર પોપટલાલના મોસ્ટ અવેટેડ લગ્ન પણ થઈ જશે.

સબકે દિન ફિરેંગે

સબકે દિન ફિરેંગે

તારક મહેતા એટલે કે શૈલેષ લોઢાએ જણાવ્યું કે જ્યારે મોદી સરકાર આવશે, તો બધાના દિવસો બદલાશે, તો પોપટલાલના કેમ નહીં બદલાય.

અચ્છે દિન આને વાલે હૈં

અચ્છે દિન આને વાલે હૈં

જેઠાલાલે જણાવ્યું કે અચ્છે દિન આને વાલે હૈં... અબકી બાર મોદી સરકાર... વારાણસીમાં મોદી ચોક્કસ જીતશે.

મોદી છતરી સાથે પ્રચાર

મોદી છતરી સાથે પ્રચાર

પોપટલાલ પાસે હમેશા છતરી તો હોય જ છે અને વારાણસીમાં પણ તેઓ છતરી લઈને પ્રચાર કરી રહ્યાં છે. આ છતરી પણ મોદીના રંગે રંગાયેલી છે.

બાર-બાર મોદી સરકાર

બાર-બાર મોદી સરકાર

વારાણસીમાં પ્રચાર દરમિયાન રોશન સિંહ સોઢી પોતાની સ્ટાઇલમાં કહે છે - અબકી બાર મોદી સરકાર, પાંચ સાલ બાદ મોદી સરકાર, બાર-બાર મોદી સરકાર.

ખાસ એપિસોડ પણ

ખાસ એપિસોડ પણ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં તાજેતરમાં જ ઇલેક્શન ઉપર ખાસ એપિસોડ પણ પ્રસારિત થયો હતો કે જેના દ્વારા આડકતરી રીતે અરવિંદ કેજરીવાલ સામે પ્રહાર કરવામાં આવ્યો હતો.

English summary
Sab Tv's show Taarak Mehta Ka Ooltah Chashmah's team campaigning for Narendra Modi in Varanasi. Jethalal said, 'achchhe din aane vaale hain.' Asit Modi Said, 'If Modi will become PM, Popatlal get married.'
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X