'બબિતાજી'ને કોર્ટે આપ્યો ઝટકો, હવે લટકી ધરપકડની તલવાર, આ છે કેસ

ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલટા ચશ્મા ફેમ મુનમુન દત્તાની મુશ્કેલીઓ વધી રહી છે.

નવી દિલ્લીઃ ટીવી સીરિયલ 'તારક મહેતા કા ઉલટા ચશ્મા' ફેમ મુનમુન દત્તા એટલે કે 'બબિતાજી'ની મુશ્કેલીઓ વધી રહી છે. બબિતાજીની સામે ગયા વર્ષે એસસી-એસટી એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં તે આગોતરા જામીન માટે હિસારની વિશેષ અદાલતમાં ગઈ હતી જ્યાં તેની અરજીને ફગાવી દેવામાં આવી હતી. હવે બબિતાજી પર ધરપકડનુ જોખમ મંડરાઈ રહ્યુ છે. જો કે, તેના વકીલોએ ઉચ્ચ અદાલતમાં જવાની વાત કહી છે.

ઘણા રાજ્યોમાં નોંધાયો છે કેસ

ઘણા રાજ્યોમાં નોંધાયો છે કેસ

વાસ્તવમાં ગયા વર્ષે 9 મેના રોજ મુનમુનનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તેણે અનુસૂચિત જાતિ વિશે વાંધાજનક ટિપ્પણી કરી. ત્યારબાદ દલિત અધિકાર કાર્યકર્તા રજન કલ્સને હિસારના હાંસીમાં તેની સામે ફરિયાદ કરી. જેના પર પોલિસે 13 મેના રોજ મુનમુન દત્તા સામે એસસી-એસટી એક્ટ સહિત ઘણી કલમોમાં કેસ નોંધ્યો. આ પ્રકારના કેસ તેની સામે ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્લી, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં નોંધવામાં આવ્યા હતા.

સુપ્રીમ કોર્ટમાં પણ જઈ ચૂકી છે અભિનેત્રી

સુપ્રીમ કોર્ટમાં પણ જઈ ચૂકી છે અભિનેત્રી

તમને જણાવી દઈએ કે આ કેસમાં મુનમુન દત્તા સુપ્રીમ કોર્ટ પણ ગઈ હતી. ત્યાં તેણે દેશના અલગ-અલગ રાજ્યોમાં કેસને એક જગ્યાએ હરિયાણાના હાંસીમાં કરવાની માંગ કરી હતી. આ સાથે જ તેણે કોર્ટને બધા કેસને નોંધવાની અપીલ કરી. જો કે, ત્યાં તેને ઝટકો લાગ્યો. પછી તેના વકીલો હાઈકોર્ટમાં આ કેસને લઈને ગયા ત્યાં કંઈ ચુકાદો આવે તે પહેલા મુનમુનના વકીલોએ અરજી પાછી લઈ લીધી. પછી હિસારમાં એસસી-એસટી કેસો માટે બનેલી અદાલતમાં મુનમુન તરફથી અરજી કરવામાં આવી. જેના પર 25 જાન્યુઅરીએ બંને પક્ષોએ દલીલો કરી. ત્યારબાદ શુક્રવારે તેની અરજી ફગાવી દેવામાં આવી.

યુવરાજ સામે પણ કરી ચૂક્યા છે ફરિયાદ

યુવરાજ સામે પણ કરી ચૂક્યા છે ફરિયાદ

દલિત અધિકાર કાર્યકર્તા રજત કલ્સન વ્યવસાયે વકીલ પણ છે. તેમણે આ પહેલા ક્રિકેટર યુવરાજ સિંહ અને અભિનેત્રી યુવિકા ચૌધરી સામે કેસ નોંધાવ્યો હતો. એ બંને સામે પણ દલિત સમાજ વિશે વાંધાજનક ટિપ્પણી કરવાનો આરોપ લાગ્યો હતો. જો કે, બાદમાં બંનેએ જામીન લઈ લીધા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X