ઋતુદાને શ્રદ્ધાંજલિ અર્પી તેમના જ માર્ગે નિકળી ગયાં અબીર
મુંબઈ, 1 જૂન : ટેલીવિઝન કલાકાર અબીર ગોસ્વામીનું શુક્રવારે બપોરે નિધન થઈ ગયું. તેઓ માત્ર 30 વરસના હતાં. કુસુમ અને પ્યાર કા દર્દ હૈ જેવી સીરિયલોમાં દેખાનાર અબીર ગોસ્વામી સ્વસ્થ હતાં અને પોતાના કાર્યમાં વ્યસ્ત હતાં. શુક્રવારે અચાનક હૃદય રોગનો હુમલો થતાં તેમનું નિધન થઈ ગયું.

બંગાળી ફિલ્મ સક્ખતમાં અબીર સાથે કામ કરનાર સયંતાની ઘોષે જણાવ્યું કે તેમણે શુક્રવારે બપોરે 1.15 વાગ્યે જ અબીર સાથે વાત કરી હતી. અમે 3 વાગ્યે મળવાના હતાં. અમારે એક અપકમિંગ ફિલ્મ માટે પ્લાનિંગ કરવાનુ હતું. અની જગ્યાએ મને તેમના નિધનના સમાચાર મળ્યાં. તેઓ સ્વસ્થ હતાં. તેમનું નિધન શૉકિંગ છે. હું નથી સમજી શકતી કે આ શું થઈ ગયું.
કુસુમ સીરિયલમાં અબીર સાથે કામ કરનાર અભિનેત્રી સ્મિતા સિંહ પણ અબીરના નિધનના સમાચાર સાંભળી સ્તબ્ધ રહી ગયાં. સ્મિતાએ જણાવ્યું - આ સાચું છે. તે હવે નથી. હું સાચે જ શૉક્ડ છું. તે સખત મહેનત કરતા હતાં અને જિમ પણ જતા હતાં. આમ છતાં હૃદય રોગના હુમલાએ તેમનો ભોગ લઈ લીધો. અબીર ગોસ્વામીને 2001થી જાણતા હતાં સ્મિતા સિંહ.
અબીર ગોસ્વામીએ હોટેલ કિંગ્સ્ટન, કુમકુમ, છોટી માં, બદલતે રિશ્તોં કી દાસ્તાં અને ઘર આજા પરદેસી જેવા શોમાં પણ કામ કર્યુ હતું. વધુ દુઃખદ બાબત તો એ હતી કે અબીર ગોસ્વામીએ એક દિવસ અગાઉ જ મૃત્યુ પામનાર ઋતુપર્ણો ઘોષ અંગે ટ્વિટર ઉપર શોક વ્યક્ત કર્યો હતો.












Click it and Unblock the Notifications
