જાણીતી અભિનેત્રીનુ વૉટ્સએપ અકાઉન્ટ હેક કરી તેમાંથી મોકલ્યા ખૂબ ગંદા વીડિયો કૉલ
‘સ્વરાગિની' ફેમ જાણીતી અભિનેત્રી તેજસ્વી પ્રકાશ સાઈબર ક્રાઈમનો શિકાર બની ગઈ છે.
'સ્વરાગિની' ફેમ જાણીતી અભિનેત્રી તેજસ્વી પ્રકાશ સાઈબર ક્રાઈમનો શિકાર બની ગઈ છે. વાસ્તવમાં અભિનેત્રી તેજસ્વી પ્રકાશનુ વૉટ્સએપ અકાઉન્ટ હેક થઈ ગયુ છે અને તેમણે કહ્યુ કે હેકરે તેમના વૉટ્સએપ અકાઉન્ટનો ઉપયોગ અશ્લીલ વીડિયો કોલ માટે કરી રહ્યા છે. તેજસ્વી પ્રકાશે કહ્યુ કે તે આ મામલે હેકર્સ સામે પોલિસમાં ફરિયાદ દાખલ કરાવશે. તેજસ્વીનુ કહેવુ છે કે હેકરે તેમના વૉટ્સએપ અકાઉન્ટ દ્વારા કરિશ્મા તન્ના, તાન્યા શર્મા અને તેમના સંપર્કમાં ઘણી અભિનેત્રીઓને અશ્લીલ વીડિયો કૉલ કર્યા છે.

ફોન હેક કર્યા બાદ અશ્લીલ વીડિયો કોલિંગ
તેજસ્વી પ્રકાશે આ વિશે 'Spotboye' સાથે વાત કરતા જણાવ્યુ, ‘જે વ્યક્તિએ મારો ફોન હેક કર્યો છે, તે મારા સંપર્કમાં રહેલી એક્ટ્રેસ સાથે બહુ દોસ્તીભર્યા અંદાજમાં વાત કરી રહ્યો છે અને એક લિંક શેર કરી રહ્યો છે. તે એ લોકોના વૉટ્સએપ પર એ લિંકને ક્લિક કર્યા બાદ તેમને મળતા કોડ પણ માંગી રહ્યો છે. પછી જેવા એ લોકો તેને વૉટ્સએપ પર કોડ મોકલે તે વીડિયો કોલિંગ કરે છે. એક વાર જેવુ એ તમે કૉલનો જવાબ આપો તો એક માણસ દેખાય છે જે બહુ જ ગંદી હરકત કરતો જોવા મળે છે.'

‘હું આ બધુ જોઈને ચોંકી ગઈ'
તેજસ્વી પ્રકાશે આગળ જણાવ્યુ કે, ‘કાલે હું મીરા રોડ પર કલર્સ ટીવી માટે એક ખાસ એપિસોડના શૂટિંગમાં બિઝી હતી. હું લોકો વચ્ચે ઘેરાયેલી હતી ત્યારે અચાનક મને એક વીડિયો કૉલ આવ્યો. જેવો મે એ કૉલનો જવાબ આપ્યો તો મને તેના પર એક નગ્ન વ્યક્તિ દેખાયો. હું આ બધુ જોઈને એકદમ ચોંકી ગઈ અને વિચાર્યુ કે આ કેટલુ ગંદુ છે. તેજસ્વી પ્રકાશે કહ્યુ કે તેના ઘણા દોસ્તો અને ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા સાથીઓને પણ જણાવ્યુ કે તેમને પણ આ પ્રકારના ગંદા વીડિયો કૉલ મળ્યા છે.'

‘એ લોકો મારા વિશે શું વિચારશે'
વીડિયો કૉલ વિશે તેજસ્વી પ્રકાશે જણાવ્યુ, ‘મને કરિશ્મા તન્ના, તાન્યા શર્મા અને ઘણી અન્ય અભિનેત્રીઓના ફોન આવ્યા. એ બધા ચોંકી ગયા હતા. આ બહુ શરમજનક વાત છે કારણતે એક તો તમે છોકરી છો અને ઉપરથી અભિનેત્રી છો. દોસ્તીના નાતે એ લોકોને મારી ચિંતા થઈ અને તેમણે મને ફોન કરીને આ બધુ બતાવી દીધુ પરંતુ તેમનુ શું? જે માત્ર કામના કારણે મારા સહયોગી છે અને જે મને આટલી નજીકથી જાણતા પણ નથી આ બધા બાદ એ લોકો મારા વિશે શું વિચારશે?'

પોલિસ પાસે ફરિયાદ કરીશ
તેજસ્વી પ્રકાશે આગળ કહ્યુ, આ બધા બાદ મે સાઈબર ક્રાઈમ સેલમાં ફોન કર્યો અને તેમણે મને ગોરેગાંવમાં મારા ઘરની નજીક પોલિસ સ્ટેશનમાં ફરિયાદ કરાવવા માટે કહ્યુ. પરંતુ એ દિવસે હું રાતની લગભગ 3 વાગ્યા સુધી શૂટિંગ કરી રહી હતી એટલા માટે પોલિસ પાસે જઈ શકી નહિ. જો કે હું જલ્દી પોલિસ પાસે જઈશ અને પોતાની ફરિયાદ લખાવીશ. વળી, સમાચાર છે કે તેજસ્વી ઉપરાંત કર્ણ સંગિની સીરિયાલમાં તેની સહ કલાકાર આશિમ ગુલાટીનુ વૉટ્સએપ અકાઉન્ટ પણ હેક કરી લેવામાં આવ્યુ છે.












Click it and Unblock the Notifications
