IN-OUT : જ્યારે લોકપ્રિય કલાકારોને શોમાંથી તગેડી મૂકાયાં...

મુંબઈ, 7 ઑક્ટોબર : સુનીલ ગ્રોવર ઉર્ફે ગુત્થી કૉમેડી નાઇટ્સ વિથ કપિલ શોમાં પરત ફરી ચુક્યા/ચુકી છે. નાના પડદાની દુનિયા એટલે કે ટેલીવિઝન જગતમાં પણ બૉલીવુડ-હૉલીવુડની જેમ વિવિધ પ્રકારની આવ-જા ચાલતી જ રહે છે.

અનેક ટેલીવિઝન શો અને સીરિયલોમાં ઘણા બધા કલાકારોની અદલા-બદલી થતી રહે છે. ક્યારેક કોઈ કલાકાર શો પોતે છોડી દેતો હોય છે, તો ક્યારેક શોવાળા અમુક કલાકારોને તેમના દુર્વ્યવહાર કે પછી ઑડિયંસને ઇમ્પ્રેસ ન કરવાના કારણે શોમાંથી તગેડી મૂકે છે.

ઘણી વખત તો એવુ પણ થાય છે કે શો મેકર્સ અને કલાકારના વ્યક્તિગત અહમ તથા ટકરાવના પગલે અમુક કલાકારો અમુક શોમાંથી બહાર કરી દેવાતા હોય છે. એટલુ જ નહીં, અમુક કલાકારો તો સંબંધિત શોમાં તેમના પાત્રને લઈને ખૂબ જ લોકપ્રિય હોય છે. આમ છતાં શો મેકર્સ અને કલાકાર વચ્ચેના ટકરાવના પગલે દર્શકોને તેવા લોકપ્રિય કલાકાર ગુમાવવો પડે છે. દાખલા તરીકે સુનીલ ગ્રોવર ઉર્ફે ગુત્થીને જ લઈ લો અથવા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના રોશન સિંહ સોઢી ઉર્ફે ગુરચરન સિંહને લઈ લો. આ બંને પાત્રો પોત-પોતાના શોમાં લોકપ્રિય હતાં, પરંતુ કેટલાક કારણોસર બંનેએ પોત-પોતાનો શો છોડ્યો કે છોડવો પડ્યો. જોકે હવે બંને પરત આવી ચુક્યા છે.

ચાલો આજે આપને બતાવીએ એવી ટેલીવિઝન સેલિબ્રિટીઓ કે જેમને તેમના શોમાંથી તગેડી મૂકવામાં આવ્યાં અથવા તેમણે પોતે જ શો છોડી દીધો :

કરણ સિંહ ગ્રોવર

કરણ સિંહ ગ્રોવર

કુબૂલ હૈમાં કરણ સિંહ ગ્રોવરનું અસદ તરીકેનું પાત્ર ખૂબ જ લોકપ્રિય હતું, પરંતુ તેમના બિનવ્યાવસાયિક વ્યવહારના પગલે તેમને શોમાંથી હટાવી દેવામાં આવ્યાં.

તનીષા મુખર્જી

તનીષા મુખર્જી

બિગ બૉસ 7 દ્વારા લોકપ્રિય બનેલા તનીષા મુખર્જીને ગૅંગ્સ ઑફ હસીપુરમાં જજની ભૂમિકા મળી હતી, પરંતુ ટીમે અનુભવ્યું કે તનીષા અસહજ અનુભવી રહ્યા છે અને એટલે જ તેઓને શો છોડવો પડ્યો.

પંકજ તિવારી

પંકજ તિવારી

ઝિલમિલ સિતારોં કા આંગન હોગામાં લીડ રોલ કરનાર પંકજ તિવારી તેમના સ્થાને અચાનક આમિર અલીને લઈ લેવાતા શૉક્ડ થઈ ગયા હતાં. શો સંચાલકોનું કહેવુ હતું કે પંકજ તિવારી ઑડિયંસને ઇમ્પ્રેસ કરવામાં નિષ્ફળ રહ્યા છે.

સોનોરિકા ભદોરિયા

સોનોરિકા ભદોરિયા

સોનોરિકા ભદોરિયા તેમના ગુસ્સાના કારણે ચર્ચામાં રહે છે અને એટલે જ મહાદેવમાંથી તેઓ ફેંકાઈ ગયાં. શોના સંચાલકોએ તેમને બહારનો દરવાજો બતાવી દીધો.

મનીષ પૉલ

મનીષ પૉલ

ઝલક દિખલા જાને હોસ્ટ કરનાર મનીષ પૉલ સારૂ કામ કરી રહ્યા હતાં, પરંતુ શો સંચાલકોએ તેમના સ્થાને ડૅમસેલ દૃષ્ટિ ધામીને બોલાવી લીધી હતી.

સુનીલ ગ્રોવર

સુનીલ ગ્રોવર

કપિલ શર્મા સાથે અહમનો ટકરાવ થતા સુનીલ ગ્રોવર ઉર્ફે ગુત્થી કૉમેડી નાઇટ્સ વિથ કપિલમાંથી બહાર થઈ ગયા હતાં, પરંતુ હવે તેઓ પાછા આવી ચુક્યા છે.

ગુરચરન સિંહ

ગુરચરન સિંહ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશન સિંહ સોઢીનો રોલ કરનાર ગુરચરન સિંહને તેમના કથિત ગુસ્સા અને દુર્વ્યવહારના કારણે શોમાંથી બહાર કરી દેવાયા હતાં, પરંતુ ગુરચરનને ભૂલ સમજાઈ અને હવે તેઓ પણ આ શોમાં કમબૅક કરી ચુક્યા છે.

લાડ સિંહ માન

લાડ સિંહ માન

ગુરચરન સિંહના સ્થાને લાડ સિંહ માનને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશન સિંહ સોઢીનો રોલ આપવામાં આવ્યો હતો, પરંતુ તેઓ દર્શકોને ઇમ્પ્રેસ કરવામાં નિષ્ફળ નિવડ્યા અને એટલે જ શો સંચાલકોએ ગુરચરન સિંહને પાછા લેવા પડ્યાં.

ઇકબાલ ખાન

ઇકબાલ ખાન

હવે તાજા સમાચાર એ છે કે તુમ્હારી પાખીમાંથી ઇકબાલ ખાન આઉટ થઈ ગયા છે. કહે છે કે ઇકબાલ ખાન શોની હાલની દિશાથી નાખુશ હતાં.

જેનિફર મિસ્ત્રી બંસીવાલ

જેનિફર મિસ્ત્રી બંસીવાલ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશન કૌર સોઢીનું પાત્ર ભજવતાં જેનિફર મિસ્ત્રી બંસીવાલ પણ ગુરચરન સિંહ સાથે જ હાંકી કઢાયા હતાં.

દિલનાઝ શ્રૉફ

દિલનાઝ શ્રૉફ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ગુરચરન સિંહ તો કમબૅક કરી ચુક્યા, પણ તેમની પત્ની રોશન કૌરનો રોલ જેનિફર મિસ્ત્રીના સ્થાને દિલનાઝ શ્રૉફને ફાળવવામાં આવ્યો અને તે જાળવી પણ રખાયો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X