તસવીરોમાં જુઓ બિગ બૉસ 6ની અલપ-ઝલપ

મુંબઈ, 9 નવેમ્બર : બિગ બૉસ 6ના ઘરમાં બહુ જ ટુંક સમયમાં પોર્ન સ્ટાર પ્રિયા રાય એન્ટ્રી કરનાર છે. ગત વર્ષે પણ બિગ બૉસના ઘરમાં એક પોર્ન સ્ટાર સન્ની લિયોનને લાવવામાં આવીહતી અને તેમણે બિગ બૉસની સફળતાને ચાર ચાંદ લગાવી દીધા હતાં અને હવે આ વખતે ફરી એક વાર સન્ની જેવી સફળતા દોહરાવવા નિર્માતાઓએ આ સીઝનમાં પણ એક પોર્ન સ્ટારને લેવાનો નિર્ણય કર્યો છે.

એમ તો બિગ બૉસ 6 શરૂ થતા સલમાન ખાને દાવો કર્યો હતો કે આ વખતે બિગ બૉસ સ્વચ્છ અને ફૅમિલી શો રહેશે. હવે એવાં દાવાઓ તો ખૂબ પાછળ રહી ગયાં છે. એવા દાવા પર વિશ્વાસ કરીને જ બિગ બૉસ રાત્રે 11 વાગ્યાના સ્થાને પ્રાઇમ ટાઇમે 9 વાગ્યે ટેલીકાસ્ટ કરવાની મંજૂરી અપાઈ હતી.

ખેર જવા દો એ તમામ વાતોને. આવો જોઇએ બિગ બૉસની આ સીઝનની કેટલીક સરપ્રાઇઝો પર નજર નાંખીએ :

નવજ્યોત સિંહ સિદ્ધૂ

નવજ્યોત સિંહ સિદ્ધૂ

બિગ બૉસની આ વખતની સીઝનના વિનર અત્યાર સુધી સિદ્ધૂને મનાતા હતાં. દરેકની ઇચ્છા હતી કિ સિદ્ધૂ આ વખતની સીઝન જીતે, પરંતુ ગુજરાતની ચુંટણીઓ અંગે તેમને બિગ બૉસના ઘરમાંથી બહાર આવવું પડ્યું.

કરિશ્મા કોટક

કરિશ્મા કોટક

બિગ બૉસના ઘરમાં પાર્ટિસિપેન્ટ તરીકે મૉડેલ કરિશ્મા કોટકે એન્ટ્રી લીધી હતી. કરિશ્મા અને નિકેતન વચ્ચે કેટલીક રોમાન્ટિક ક્ષણો જોઈ દર્શકોનું ખૂબ મનોરંજન થતુ હતું, પરંતુ પિતાના મોતના પગલે કરિશ્માએ બહાર આવવું પડ્યું.

અસીમ ત્રિવેદી

અસીમ ત્રિવેદી

આ વખતે બિગ બૉસના ઘરમાં બે કાર્યકરો અસીમ ત્રિવેદી તેમજ સપના ભાગનાણીને એન્ટ્રી મળી, પરંતુ અસીમના સમર્થક કાર્યકરો દ્વારા ચૅનલને ધમકાવાતાં અધવચ્ચે જ અસીમને હાંકી કઢાયાં.

ઉષા બચ્ચાણી

ઉષા બચ્ચાણી

કરિશ્મા કોટક અને અસીમ અચાનક બહાર આવતાં ટેલીવિઝન એક્ટ્રેસ ઉષા બચ્ચાણીની બિગ બૉસના ઘરે વાઇલ્ડ કાર્ટ એન્ટ્રી કરાવવામાં આવશે.

મિંક બરાર

મિંક બરાર

મૉડેલ અને એક્ટ્રેસ મિંક બરારે આ જ સપ્તાહે વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી કરી છે. મિંક મુજબ બિગ બૉસના ઘરે ખૂબ નીરસતા છે અને તેઓ દર્શકોને વધુ મનોરંજન કરાવશે.

પ્રિયા રાય

પ્રિયા રાય

ગઈ વખતે પોર્ન સ્ટાર સન્ની લિયોનની એન્ટ્રી થઈ હતી, તો આ વખતે પણ વધુ એક પોર્ન સ્ટાર પ્રિયા રાયની ટુંકમાં જ એન્ટ્રી થશે. આ અંગે સૌ ખૂબ ઉત્સાહિત છે.

સન્ની લિયોન

સન્ની લિયોન

બિગ બૉસ 5ના હૉટ તથા લાઇમલાઇટમાં રહેનાર કૉન્ટેસ્ટંટ હતાં પોર્ન સ્ટાર સન્ની લિયોન. બિગ બૉસથી જ તેમને ઓળખ મળી અને બૉલીવુડમાં તેમને પ્રથમ ફિલ્મની ઑફર થઈ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X