MasterChef India 7: કોણ છે માસ્ટરશેફ ઈન્ડિયાના વિનર નયનજ્યોતિ સૈકિયા, ટ્રોફી સાથે મળ્યા 25 લાખ
MasterChef India 7 winner Nayanjyoti Saikia: સોની ચેનલ પર આવતા કુકિંગ રિયાલિટી શો માસ્ટરશેફ ઈન્ડિયા સિઝન 7ના વિજેતા આસામના રહેવાસી નયનજ્યોતિ સૈકિયા બની ચૂક્યા છે. ફર્સ્ટ રનર અપ સંતા સરમાહ અને સેકન્ડ રનર અપ સુવર્ણા બાગુલ બન્યા છે.

ટ્રોફી સાથે રૂ. 25 લાખનુ ઈનામ
માસ્ટરશેફ ઇન્ડિયાના અંતિમ એપિસોડને જાણીતા શેફ અને ટીવી વ્યક્તિત્વ સંજીવ કપૂર દ્વારા જજ કરવામાં આવ્યો હતો, જ્યાં દરેક સ્પર્ધકે ત્રણ વાનગીઓ તૈયાર કરવાની હતી. નયનજ્યોતિ, જે આસામના તિનસુકિયાના એક નાનકડા ગામના વતની છે, તેણે આ તમામ પડકારોને પાર કરીને માસ્ટરશેફ ઈન્ડિયા-7ના વિજેતા તરીકે ઉભરી અને એક ટ્રોફી સાથે રૂ. 25 લાખની ઈનામી રકમ મેળવી.

'મારા જીવનના તમામ સપના અને ધ્યેયો સાકાર થયા'
જીત બાદ ઈન્ડિયા ટુડે સાથે વાત કરતા નયનજ્યોતિ સૈકિયાએ કહ્યુ, 'મારુ એક સીધુ-સરળ સપનુ હતુ અને તે હતુ માસ્ટરશેફ ઈન્ડિયા પર રસોઈ બનાવવાનુ. પરંતુ હવે મને લાગે છે કે મારા જીવનના તમામ સપના અને ધ્યેયો સાકાર થયા છે. હું માસ્ટરશેફ પર દેખાયો, અહીં કુકિંગ કર્યુ, એટલુ જ નહિ પ્રથમ વખત મારુ નામ લખેલુ એપ્રન પણ પહેર્યુ હતુ. આ કુકિંગ રિયાલિટી શો જીતવો એ હજુ પણ મારા માટે એક સ્વપ્ન જેવુ લાગે છે. હું માની શકતો નથી કે હું માસ્ટરશેફ ઇન્ડિયાનો વિજેતા બન્યો છુ.'

'મારા પિતા નહોતા ઈચ્છતા કે હું રસોઇયો બનુ'
નયનજ્યોતિ સૈકિયાએ વધુમાં કહ્યુ, 'મને મારા પર શંકા હતી કે હું આ ટ્રોફી જીતી શકીશ કે નહીં. પરંતુ ત્રણેય જજોએ મને ઘણી પ્રેરણા આપી. ખાસ કરીને શેફ વિકાસ ખન્ના જેમણે ઓડિશનના દિવસથી મને ઘણી મદદ કરી છે. સૌથી મોટી વાત એ છે કે મારા પિતા તેનાથી ખૂબ જ ખુશ છે. મારા પિતા નહોતા ઈચ્છતા કે હું રસોઇયો બનુ અને રસોઈ કરુ. પરંતુ આજે મારા પિતાને મારા પર ગર્વ છે.'

નયનજ્યોતિએ જાતે જ રસોઈ શીખી
નયનજ્યોતિ સૈકિયા 26 વર્ષીય આસામના તિનસુકિયાના એક નાનકડા ગામની રહેવાસી છે. માસ્ટરશેફમાં નયનજ્યોતિ સૈકિયાના તેની સ્વીટ ડીશ માટે સૌથી વધુ વખાણ કરવામાં આવ્યા છે. નયનજ્યોતિ સૈકિયા તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર તેની વાનગીઓની તસવીરો શેર કરતી રહે છે. નયનજ્યોતિએ કોઈપણ પ્રોફેશનલ ક્લાસિસ લીધા વિના જાતે જ રસોઈ શીખી હતી. પોતે પ્રયોગ કરીને રસોઈ શીખી છે. નયનજ્યોતિ ગિરિજાનંદ ચૌધરી ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ એન્ડ ટેક્નોલોજી, ગુવાહાટીમાંથી સ્નાતક છે.
'તે ફૂડને આર્ટમાં ફેરવી શકે છે'
નયનજ્યોતિ સૈકિયાએ જીત્યો હોય તેવો આ પહેલો કૂકિંગ શો નથી. અગાઉ નયનજ્યોતિ સૈકિયાએ વર્ષ 2020માં નોર્થ ઈસ્ટ કૂકિંગ ચેમ્પિયનશિપમાં પ્રથમ ઈનામ જીત્યુ હતુ. નયનજ્યોતિના પિતા શરૂઆતમાં તેમના પુત્રના રસોઇયા બનવાના નિર્ણયની વિરુદ્ધ હતા. તે નહોતા ઈચ્છતા કે નયનજ્યોતિ રસોઈ કરે અને રસોઇયા તરીકે કામ કરે. પરંતુ જ્યારે જજ વિકાસ ખન્ના અને રણવીર બ્રાર નયનજ્યોતિના ઘરે જાય છે, ત્યારે તેના પિતા નયનજ્યોતિ અને તેના સપના વિશે થોડા વધુ આશ્વસ્ત થયા.
વિકાસ ખન્નાએ નયનજ્યોતિ વિશે કહ્યુ, 'મને હજુ પણ તિનસુકિયાના ગભરાયેલા અને ભયભીત નયનજ્યોતિ યાદ છે, જ્યારે હું તેના ઘરે ગયો હતો. હું તેની દ્રષ્ટિ અને સર્જનાત્મકતાથી ખૂબ પ્રભાવિત થયો હતો. હું શરૂઆતથી જ જાણતો હતો કે તે કેવી રીતે ફૂડને આર્ટમાં ફેરવી શકે છે. હું તેની સોશિયલ મીડિયા પોસ્ટ્સથી ખૂબ પ્રભાવિત થયો હતો. તેથી મે નક્કી કર્યુ કે તે માસ્ટરશેફ ઇન્ડિયા માટે યોગ્ય છે.'












Click it and Unblock the Notifications
