તો શું ફરી Bigg Boss 13માં આવશે હિના ખાન? મોટો ખુલાસો
ટીવી હોય કે બોલીવુડમાં આજકાલ ફક્ત હિના ખાનની જ ચર્ચા ચાલી રહી છે. દરેક મોટા શો સાથે હિના ખાનનું નામ જોડાઈ રહ્યું છે.
ટીવી હોય કે બોલીવુડમાં આજકાલ ફક્ત હિના ખાનની જ ચર્ચા ચાલી રહી છે. દરેક મોટા શો સાથે હિના ખાનનું નામ જોડાઈ રહ્યું છે. એ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી કે બિગ બોસ 11 બાદ હિના ખાનની કરિયરમાં પલટો આવ્યો છે. યે રિશ્તા ક્યા કહલાતા હૈની અક્ષરા બનીને હિનાએ શોમાં એન્ટ્રી લીધી. જ્યારે તે શોમાંથી બહાર આવી ત્યારે અક્ષરાને પાછળ છોડો લોકો ફ્કત હિનાને જ ઓળખતા હતા. હિના ખાને ટીવી ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. તેનું કરિયર પૂર ઝડપે આગળ વધી રહ્યું છે.
કસૌટી જિંદગી કી 2ની કોમોલિકથી લઈને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ સુધી. હિના ખાને પોતાના સ્ટારડમની ટોચ પર છે. આ જ કારણ છે કે હિના ખાન ટૂંક સમયમાં સલમાન ખાન સાથે બિગ બોસમાં 13માં દેખાઈ શકે છે. ખુદ હિના ખાને ખુદ આ વાતનો ઈશારો કર્યો છે.
As a guest, yes why not.. BB gave me a lot more than expected.. Gratitude https://t.co/fHKRP90x48
— HINA KHAN (@eyehinakhan) June 21, 2019
તમને જણાવી દઈએ કે બિગબોસ 12માં હિના ખાને ગેસ્ટ તરીકે એન્ટ્રી લીધી હતી. બિગ બોસ 13 માટે પણ હિના ખાનના ફેન્સ તૈયાર થઈ જાય. તાજેતરમાં જ જ્યારે સોશિયલ મીડિયા પર હિના ખાનને તેમના એક ફેને પૂછ્યુ કે બિગ બોસની આગલી સિઝનમાં દેખાશે કે નહીં?
આ પણ વાંચો: ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાએ શેર કર્યો વીડિયો, બોલી- એટલી પણ સુંદર નથી..
તેના જવાબમાં હિનાએ કહ્યું કે એક ગેસ્ટ તરીકે કેમ નહીં? બિગ બોસે મને આશા કરતા ઘણું વધું આપ્યું છે. તેના માટે આભાર. જો કે એટલું નક્કી છે કે મેકર્સ ટીઆરપી માટે હિના ખાનને બોલાવી શકે છે.
ત્યાં સુધી ચાલો જોઈએ હિનાની અનસીન તસવીરો.....

8 વર્ષ સુધી કામ
ટીવીની કોમોલિકા એટલે કે હિના ખાને સિરીયલમાં યે રિશ્તા હૈ ક્યા કહલાતા હૈમાં 8 વર્ષ સુધી કામ કર્યું, આ શોમાં તેમને ખૂબ પ્રેમ મળ્યો.

ઘર ઘરમાં બનાવી ઓળખ
આ શોમાં તેમણે અક્ષરાનું પાત્ર ભજવ્યું અને પોતાના પાત્ર દ્વારા ઘર ઘરમાં પોતાની ઓળખ બનાવી.

સ્ટાઈલમાં સૌથી આગળ
સ્ટાઈલ મામલે પણ હિના ખાન પાછળ નથી. તેમના સ્ટાઈલ સ્ટેટમેન્ટના બધે જ વખાણ થાય છે.

ફિટનેસનો મુદ્દો
હિના ખાન સ્ટાઈલની સાથે સાથે ફિટનેસને લઈ પણ ચર્ચામાં રહે છે.

તમામનું દિલ જીત્યું
કાન્સમાં પોતાના સ્ટાઈલ સ્ટેટમેન્ટથી હિના ખાનનું દિલ જીતી લીધું હતું.

પરિવારની ખૂબ જ નજીક
હિના ખાન પોતાના પરિવારની ખૂબ જ નજીક છે. જ્યારે પણ સમય મળે ત્યારે તે પરિવાર સાથે સમય વીતાવવાનું નથી ભૂલતી.

કોમોલિકા બનીને
કોમોલિકાના પાત્રમાં પોતાની સ્ટાઈલથી હિનાએ તમામ લોકોને અસર કરી હતી.
-
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat UCC: મુસ્લિમ મહિલાઓને હલાલામાંથી આઝાદી, બીજા લગ્ન પર 7 વર્ષની જેલ! જાણો 5 મોટા નિર્ણયો -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 17 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
ટુના-ટેકરા પોર્ટના વિકાસ માટે કેન્દ્રની મોટી જાહેરાત, 472 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ











Click it and Unblock the Notifications
