ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાએ શેર કર્યો વીડિયો, બોલી- એટલી પણ સુંદર નથી..

ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાએ શેર કર્યો વીડિયો, બોલી- એટલી પણ સુંદર નથી..

નવી દિલ્હીઃ કલર્સ ચેનલના રિયાલિટી શો બિગ બૉસથી ચર્ચામાં આવેલ ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ રહે છે. તે અવારનવાર મસ્તીભર્યા વીડિયો પણ બનાવતી રહે છે. હાલમાં જ તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો જેમાં તે એક્ટ્રેસ કરીના કપૂરના એક ડાયલોગ પર એક્ટિંગ કરતી જોવા મળી.

હવે એટલી પણ સુંદર નથી હું

હવે એટલી પણ સુંદર નથી હું

જણાવી દઈએ કે મોનાલિસા ફિલ્મ જબ વી મેટના કરીના કપૂરના ડાયલોગને રિપીટ કરી રહી છે જેમાં તે ભાગીને ટ્રેન પકડે છે અને ટ્રેનમાં ચઢતાં જ લાંબી લાઈન બોલે છે. અને અંતમાં જે શખ્સે તેને હાથ આપ્યો હતો તેને કહે છે કે, 'હાથ છોડ દો, ઉપર આ ગઈ હું મેં, અબ ઈતની ભી સુંદર નહિ હું મેં..' જણાવી દઈએ કે આ ફિલ્મમાં કરીનાના કેટલાય ડાયલોગ પ્રસિદ્ધ થયા હતા જેમાંથી એક ડાયલોગ આ પણ હતો.

કરીનાની મોટી ફેન છે

મોનાલિસા કરીના કપૂરની મોટી ફેન છે. આ વાત તેણે ખુદ પોતાના વીડિયોના કેપ્શનમાં જણાવી. મોનાલિસાએ આ વીડિયોના કેપ્શનમાં લખ્યું હતું કે, ફિલ્મ જબ વી મેટના મારા ફેવરીટ સીન પર રિએક્ટ કરવાની કોશિશ કરી રહી છું. કરીના કપૂર ખાનની મોટી ફેન છું. જણાવી દઈએ કે મોનાલિસા ભોજપૂરી ફિલ્મોમાં ભારે પ્રસિદ્ધ છે અને બિગ બૉસમાં કંટેસ્ટન્ટ તરીકે આવ્યા બાદ તે દેશભરમાં ફેમસ બની.

બિગ બૉસે ઘર-ઘરમાં ઓળખાણ અપાવી

બિગ બૉસે ઘર-ઘરમાં ઓળખાણ અપાવી

મોનાલિસા ભોજપુરી ફિલ્મોનું એક મોટું નામ છે અને અત્યાર સુધી 125થી વધુ ફિલ્મો કરી ચૂકી છે. તેણે હિન્દી, બંગાળી, ઉડિયા, તમિલ, કન્નડ અને તેલુગૂ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. વર્ષ 2010માં તે બિગ બૉસની 10મી સિઝનમાં સામેલ થઈ હતી. આ શોમાં તેણે પોતાના બૉયફ્રેન્ડ વિક્રાંત સિંહ રાઠોડ સાથે લગ્ન કર્યાં હતાં. બિગ બૉસે મોનાલિસાને ઘર ઘરમાં ફેમસ બનાવી હતી. પ્રિયંકા ચોપરા, અજય દેવગન અને સુનીલ શેટ્ટીની ફિલ્મ બ્લેકમેલથી તેણે પોતાનું બૉલીવુડ ડેબ્યૂ કર્યું હતું. હાલ તે સ્ટાર પ્લસ પર નજર સીરિયલમાં જોવા મળી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X