Pics : નચ બલિયેમાં લાગશે સન્ની લિયોનનો તડકો!

મુંબઈ, 22 ઑગસ્ટ : રિયલિટી શો બિગ બૉસ દ્વારા ફિલ્મ જગતમાં દસ્તક આપનાર ભારતીય-કૅનેડિયન અભિનેત્રી સન્ની લિયોન નચ બલિયેની છઠી આવૃત્તિમાં આવી શકે છે. કહે છે કે નચ બલિયે શોના આયોજકો શોની સફળતા માટે સન્ની લિયોનનો તડકો લગાવી શકે છે.

શોના એક નજીકના સૂત્રે જણાવ્યું - શો માટે સન્ની લિયોન સાથે સમ્પર્ક સાધવામાં આવ્યો છે, પણ હજી સુધી તેની પુષ્ટિ થઈ નથી કે તેઓ શોનો ભાગ બનશે કે કેમ? કાર્યક્રમ માટે હાલ જૂનિયર માસ્ટરશેફમાં વ્યસ્ત શેફ કુણાલ કપૂર, માસ્ટરશેફ ઇન્ડિયાના વિજેતા રિપો હાન્ડા, ભૂતપૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલી તેમજ ટેલીવિઝન અભિનેતા શબ્બીર અહલુવાલિયા સાથે પણ સમ્પર્ક કરવામાં આવ્યો છે.

નચ બલિયે 5 શો આ વર્ષના આરંભે સમાપ્ત થયો હતો અને જય ભાનુશાળી તેમજ તેમના પત્ની માહી વિજ તેના વિજેતા રહ્યા હતાં. નચ બલિયે 6 શો ટુંકમાં જ શરૂ થવાનો છે અને તેમાં સન્ની લિયોન જેવો તડકો લગાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. સન્ની લિયોને બિગ બૉસ દ્વારા ટેલીવિઝન તથા જિસ્મ 2 ફિલ્મ દ્વારા બૉલીવુડ કૅરિયર શરૂ કર્યુ હતું.

આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

જૅકપૉટમાં વ્યસ્ત

જૅકપૉટમાં વ્યસ્ત

ઇન્ડો-કૅનેડિયન એડલ્ટ ફિલ્મ અભિનેત્રી અને જિસ્મ 2માં ડૅર-બૅર રોલમાં દેખાનાર સન્ની લિયોન ગોવામાં સચિન જોશી સાથે ગલગલિયાં કરી રહ્યાં છે. ગોવા ખાતે જૅકપૉટ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે અને સન્ની લિયોન ફિલ્મના હીરો સચિન જોશી સાથે ઇંટીમેટ સીન્સ આપી રહ્યાં છે.

ઇમેજ બદલવાનો પ્રયત્ન

ઇમેજ બદલવાનો પ્રયત્ન

મૅનફોર્સ સ્ટ્રૉબેરી કંડોલની એડ દ્વારા ભારતના ઘરે-ઘરે પહોંચનાર સન્ની લિયોન આજકાલ પોતાની ઇમેજ બદલવાના ચક્કરમાં છે. જાણવા મળે છે કે સન્ની લિયોન આજકાલ દરેક તે કામ કરે છે કે જે બૉલીવુડ અભિનેત્રીઓ કરતી હોય છે. તેથી જ તેઓ અંગ પ્રદર્શન પણ કરે છે, તો તે મર્યાદામાં રહીને.

બિગ બૉસથી શરુઆત

બિગ બૉસથી શરુઆત

સન્ની લિયોને ટેલીવિઝન કૅરિયરની શરુઆત બિગ બૉસ સાથે કરી હતી.

જિસ્મ 2 પ્રથમ ફિલ્મ

જિસ્મ 2 પ્રથમ ફિલ્મ

સન્ની લિયોને બૉલીવુડ કૅરિયરની શરુઆત ભટ્ટ કૅમ્પની જિસ્મ 2 ફિલ્મ સાથે કરી હતી.

સોફિસ્ટિકેટેડ મહિલા

સોફિસ્ટિકેટેડ મહિલા

જૅકપૉટ ફિલ્મના દિગ્દર્શક કૈઝાદ ગુસ્તાદે જણાવ્યું - સન્ની ખૂબ જ એજી અને શાર્પ દેખાય છે. તેઓ સોફિસ્ટિકેટેડ મહિલા તરીકે અભિનય કરી રહ્યાં છે. તેમણે સ્વીકાર્યું કે ફિલ્મમાં સન્ની લિયોન અને સચિન જોશી વચ્ચે બોલ્ડ સીન્સ છે.

આયટમ સૉંગ

આયટમ સૉંગ

સન્ની લિયોને તાજેતરમાં જ આવેલી શૂટઆઉટ એટ વડાલા ફિલ્મમાં આયટમ સૉંગ કર્યુ હતું.

નિર્માતા-દિગ્દર્શકોની પસંદ

નિર્માતા-દિગ્દર્શકોની પસંદ

સન્ની અંગે નિર્માતા-દિગ્દર્શકોની રાય છે કે તેઓ બહુ માદક છે. લોકો તેમને સાઇન કરવા આતુર છે.

બેસ્ટ છે સન્ની

બેસ્ટ છે સન્ની

રાગિણી એમએમએસ 2 ફિલ્મ ખતમ થયા બાદ સન્ની એક્શન ફિલ્મ ટીના ઔર લોલોનું કામ શરૂ કરી દેશે. સન્નીને મૅચ્યોર અભિનેત્રી ગણાવતાં દિગ્દર્શક દેવાંગ ધોળકિયાએ જણાવ્યું કે તેમને જેવા કલાકારની જરૂર હતી, તે તમામ ગુણો સન્નીમાં છે.

અભિનેત્રીનો રોલ

અભિનેત્રીનો રોલ

સન્ની લિયોન હાલ એકતા કપૂર નિર્મિત રાગિણી એમએમસ 2 ફિલ્મમાં ખાસા વ્યસ્ત છે. ફિલ્મમાં તેઓ એક બૉલીવુડ અભિનેત્રીનો રોલ કરી રહ્યાં છે.

કંડોમની એડથી થયા જાણીતા

કંડોમની એડથી થયા જાણીતા

મૅનફોર્સ સ્ટ્રૉબેરી કંડોમની એડ દ્વારા ભારતના ઘરે-ઘરે પહોંચનાર સન્ની લિયોન બૉલીવુડમાં હવે ખૂબ જ વ્યસ્ત છે. જોઇએ તેઓ નચ બલિયે માટેની ઑફર સ્વીકારે છે કે કેમ?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X