Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

YHM Next : તો શું ઇશિતાને Kiss કરી પોતાને પરફેક્ટ Husband સાબિત કરશે રમન?

મુંબઈ, 10 ઑક્ટોબર : સ્ટાર પ્લસના શો યે હૈ મોહબ્બતેંએ રસપ્રદ સ્ટોરી લાઇન તથા રમન (કરણ પટેલ) તથા ઇશિતા (દિવ્યંકા ત્રિપાઠી) સહિતના સુંદર કૅરેક્ટર્સ દ્વારા લાખો દર્શકોના દિલ જીત્યા છે. હવે રમન સામે પોતાને પરફેક્ટ પતિ સાબિત કરવાનો પડકાર આવ્યો છે અને રમન આવું સાબિત કરવાના પ્રયત્નમાં ઇશિતાને કિસ કરવાનો પણ પ્રયત્ન કરશે.

પોતાની દીકરીના ખાતર ઇશિતા સાથે લગ્ન કરનાર રમન ધીમે-ધીમે ઇશિતાને સાચો પ્રેમ કરવા લાગ્યો કે જેની ઇશિતાને જાણ નથી. હવે જ્યારે ઇશિતાનો નજીકનો મિત્ર મણિ (જે હૅન્ડસમ ઉપરાંત સફળ વ્યક્તિ છે) જાહેર કરે છે કે રમન એક સારો હસબંડ નથી, ત્યારે રમન પોતાના બચાવમાં લાગી જાય છે, પરંતુ જ્યારે રમનને અહેસાસ થાય છે કે તે વેરી ઇમ્પ્રેસિવ હસબંડ નથી, તે પોતાની જાતને સાબિત કરવાનો નિર્ણય કરે કે તે સાચે જ પરફેક્ટ હસબંડ છે.

પરફેક્ટ હસબંડ બાલા ચંદ્રન (પંકજ ભાટિયા) પાસેથી એડવાઇસ માંગવામાં નિષ્ફળ નિવડ્યા બાદ રમન ઇંટરનેટની મદદ લે છે. તેમાં સર્ચ કરતા એક વેબસાઇટમાં એવુ જાણવા મળે છે કે એક પરફેક્ટ પતિ પત્નીનું સન્માન કરે, તેને સાંભળે અને પત્નીની દરેક બાબતમાં સંમત થાય. રમન વેબસાઇટના તમામ સુચનો સ્વીકારવા તૈયાર થઈ જાય, પરંતુ રમન માટે છેલ્લી એડવાઇસ મુશ્કેલી ઉભી કરે છે. છેલ્લી એડવાઇસ હતી પત્નીને કિસ કરવાની.

હવે રમન જે કરવાનો સંકલ્પ કરે છે, તે શૉકિંગ છે. રમન પોતાને પરફેક્ટ પતિ સાબિત કરવા કંઈ પણ કરી છુટવા તૈયાર છે. આગામી એપિસોડમાં રમનના હવાતિયાં જોવા મળશે. શું રમન ઇશિતાને કિસ કરશે? જોતા રહો યે હૈ મોહબ્બતેં.

ચાલો આપને બતાવીએ યે હૈ મોહબ્બતેંના આગામી એપિસોડની તસવીરી ઝલક :

મણિનો સામનો

મણિનો સામનો

મણિ રમન સામે આવે છે અને કહે છે કે તે પતિ હોઈ શકે, પરંતુ સારો પતિ નથી.

વિચારમાં રમન

વિચારમાં રમન

મણિના તાણા બાદ રમન આઘાત પામે છે અને પોતાની ઉપર શંકા કરવા લાગે છે.

જૂની યાદો

જૂની યાદો

રમન જૂની યાદોમાં ખોવાઈ જાય છે કે જ્યારે તેણે ઇશિતાને દુઃખ પહોંચાડ્યુ હતું.

સાબિત કરવાનો સંકલ્પ

સાબિત કરવાનો સંકલ્પ

રમન સૌની સામે પોતાની જાતને સાબિત કરવાનો સંકલ્પ કરે છે.

ઇશિતા તરફ

ઇશિતા તરફ

રમન ઇશિતા તરફ ધસે છે અને તેની સાથે મધુરતા સાથે વાત કરવાની કોશિશ કરે છે.

મણિ

મણિ

મણિ નૂડલ્સ લઈને પહોંચે છે કે જે ઇશિતાને ખૂબ ગમે છે.

મણિ સાથે સ્પર્ધા

મણિ સાથે સ્પર્ધા

રમન પોતાને સારો પતિ સાબિત કરવા અંગે મણિ સાથે સ્પર્ધા કરે છે.

મથામણ

મથામણ

રમન ઇંટરનેટ પર સારા પતિ બનવાના નુસ્ખા શોધે છે.

ઇશિતાને કિસ કરશે?

ઇશિતાને કિસ કરશે?

શું રમન ઇશિતાને કિસ કરશે?

સર્જાશે આવું દૃશ્ય?

સર્જાશે આવું દૃશ્ય?

જો રમન ઇશિતાને કિસ કરશે, તો નાના પડદા પર કંઇક આવું દૃશ્ય ફરી એક વાર સર્જાશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X