‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ની એક્ટ્રેસ દિવ્યા ભટનાગરનું કોરોનાને પગલે નિધન
‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ની એક્ટ્રેસ દિવ્યા ભટનાગરનું કોરોનાને પગલે નિધન
TV Actress Divya Bhatnagar 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' ફેમ 34 વર્ષિય દિવ્યાનું કોરોનાને કારણે નિધન થયું છે. દિવ્યાનું નિધન આજે સવારે 3 વાગ્યે થયું હોવાના સમાચાર મળ્યા છે. રિપોર્ટ મુજબ દિવ્યા ભટનાગર છેલ્લા કેટલાક દિવસથી વેંટિલેટર પર હતી. કોરોના સંક્રમિત થયા બાદ દિવ્યાને હોસ્પિટલે દાખલ કરવામાં આવી હતી અને તેની હાલત ગંભીર હતી કેમ કે તેનું ઑક્સિઝન લેવલ સતત ગગડી ગયું હતું. આ બાબતે તેમની માતાએ પણ પુષ્ટિ કરી હતી.

વેંટિલેટર પર હતી દિવ્યા ભટનાગર
દિવ્યા કોરોનાનો શિકાર થયા બાદ મુંબઈ ગોરેગાંવના એસઆરવી હોસ્પિટલમાં દાખલ થઈ હતી. કોરોનાની સાથોસાથ દિવ્યાને નિમોનિયા પણ થયો હતો. જે બાદ દિવ્યાને નિમોનિયા થઈ ગયો હતો અને તેની હાલત ગંભીર હતી. ઓક્સીઝન લેવલ ઘટવાને કારણે તેને વેંટિલેટર પર રાખવામાં આવી હતી. ઘણા દિવસ સુધી દિવ્યા વેંટિલટર પર રહી હતી.

દિવ્યાના મમ્મીએકહ્યું- 26 નવેમ્બરે હોસ્પિટલે દાખલ થઈ
દિવ્યાના મમ્મીએ અગાઉ જણાવ્યું હતું કે એક્ટ્રેસ પહલેથી જ વેંટિલેટર પર હતી, તેની હાલત બગડ્યા બાદ 26 નવેમ્બરે તેને હોસ્પિટલે લઈ જવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ અને તેમનો દીકરો દિવ્યાની હેલ્થ વિશે જાણી મુંબઈ આવ્યા હતા.

ટીવી ઈન્ડસ્ટ્રીમાં માતમ
દિવ્યાની મિત્ર એક્ટ્રેસ દેવોલીના ભટ્ટાચાર્જી અને શિલ્પા શિરોડકરે ઈન્સ્ટાગ્રામ પર સંવેદના વ્યક્ત કરી છે. દેવોલીનાએ ઈન્સ્ટાગ્રામ પર ઈમોશનલ મેસેજ લખતાં દિવ્યા સાથે પોતાની તસવીર શેર કરી. દેવોલીનાએ લખ્યું, ‘જ્યારે કોઈ કોઈની સાથે નથી હોતું ત્યારે બસ તું જ સાથે હતી. દિવૂ તું જ મારી પોતાની હતી, જેને હું ખિજાતી હતી, ગુસ્સે થઈ શકતી હતી અને દિલથી બધી વાતો પણ કહી દેતી હતી. મને ખબર છે કે આ જિંદગીએ તારા પર બહુ ઝુલ્મ કર્યા છે તું બહુ દર્દમાં હતી. પરંતુ મને એ પણ ખબર છે કે હવે તું સારી જગ્યાએ છે. જ્યાં દુખ, દર્દ, દગો નથી. હું તને મિસ કરીશ. ભગવાન તારી આત્માને શાંતિ આપે.'












Click it and Unblock the Notifications
