‘બસ ચા સુધી’ રિલીઝ થતા પહેલા ગૌરવ પાસવાલાને શેની હતી ચિંતા?
હિટ ગુજરાતી વેબસિરીઝ ‘બસ ચા સુધી’ની સિઝન 3ના 2 એપિસોડ રિલીઝ થઈ ચૂક્યા છે.
હિટ ગુજરાતી વેબસિરીઝ 'બસ ચા સુધી’ની સિઝન 3ના 2 એપિસોડ રિલીઝ થઈ ચૂક્યા છે. આ વખતની સિઝનમાં ખાસ વાત એ છે કે વેબસિરીઝમાં 3 પાત્રો મુખ્ય છે. આ ઉપરાંત આ વખતે ગૌરવ પાસવાલા અને મોનલ ગજ્જરની પણ એન્ટ્રી થઈ છે. પહેલા બંને એપિસોડને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. જો કે આ વખતે વેબસિરીઝમાં એન્ટ્રી કરનાર ગૌરવ પાસવાલા પહેલા એપિસોડ સુધી એક વાતને લઈ ખૂબ જ ચિંતામાં હતા.

આ હતો ડર
ગૌરવ પાસવાલાએ વન ઈન્ડિયા સાથેની વાતચીતમાં એ વાતનો ખુલાસો કર્યો છે કે બસ ચા સુધીનો પહેલો એપિસોડ આવ્યો ત્યાં સુધી અમને બધાને કમ્પેરિઝનનો ડર હતો. ટ્રેલર આવ્યુ ત્યારે કમ્પેરિઝન થઈ હતી. ત્યારે અમને ડર હતો, એમ કહી શકાય કે ચિંતા હતી કે દર્શકો જૂના પાત્રને અને નવા પાત્રને કમ્પેર કરશે. પરંતુ સદભાગ્યે એવું કશું જ થયું નથી. એક કેરેક્ટરને રિપ્લેસ કરવાનું હતું એટલે નેગેટિવિટીની આશંકા હતી. પરંતુ એક પણ નેગેટિવ મેસેજ નથી. કે કોઈએ કેરેક્ટરને કમ્પેર નથી કર્યુ છે. મારા કેરેક્ટરની પોતાની ઈમેજ ક્રિએટ થઈ છે. જો કે આ વખતે પાત્ર અને વાર્તા બંને સાવ જ જુદા છે. એટલે લોકો પણ જૂની વાર્તા ભૂલીને નવી વાર્તા અપનાવી છે. બીજા એપિસોડમાં તો ખૂબ જ સારા ફીડ બેક મળ્યા છે.

શા માટે ગુજરાતી વેબસિરીઝ ?
ઉલ્લેખનીય છે કે ગૌરવ પાસવાલા ‘ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર', '47 ધનસુખ ભવન', ‘જે પણ કહીશ એ સાચુ જ કહીશ' જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ હોલીવુડની ‘હોટેલ મુંબઈ' જેવી ફિલ્મમાં પણ કામ કરી ચૂક્યા છે. ત્યારે ગુજરાતી વેબસિરીઝ કેમ ? આ સવાલના જવાબમાં ગૌરવનું કહેવું છે કે,'મારે સૌથી પોપ્યુલર વેબસિરીઝ કરવાની હતી. મેં પહેલી સિઝન જોઈ ત્યારથી મને આ પ્રોજેક્ટનો ભાગ બનવાનું મન હતું. મને રાઈટિંગ અને મ્યુઝિક ખૂબ ગમ્યુ હતુ. એટલે મારે આ પ્રોજેક્ટ કરવો હતો. અને યોગાનુયોગ ત્રીજી સિઝનમાં મને કાસ્ટ કરવામાં આવ્યો.'

આ રીતે શરૂ થઈ હતી બસ ચા સુધીની સફર
ઓર્ડર ઓર્ડરમાં બસ ચા સુધીની ટીમ આવી હતી. અને તેમણે એ પાત્ર જોયું હતું. એમના મનમાં બસ ચા સુધી માટે જે પાત્ર હતુ એ ઓર્ડર ઓર્ડરને સિમિલર હતું. એટલે ઓર્ડર ઓર્ડરના પ્રીમિયરથી શરૂ તયુ

જીનલ બેલાણી - મોનલ ગજ્જર બંનેમાંથી ફેવરિટ કોણ ?
ગૌરવ પાસવાલાનો જીનલ બેલાણી સાથે આ ત્રીજો પ્રોજેક્ટ છે. એટલે તેમને જીનલ સાથે વધુ કમ્ફર્ટ ઝોન છે. ગૌરવ પાસવાલા કહે છે કે અમારી પાસે 2-3 પાનાના આખા સીન હતા, જે અમે સહેલાઈથી ભજવી શક્યા. જીનલ પણ પ્રિપેર્ડ હતી. એ અન્ડરસ્ટેન્ડિંગ છે. જીનલ અને મોનલની સ્ટાઈલ જુદી છે. જીનલ કામ અને કમ્પોઝ્ડ છે. તો મોનલનું એનર્જી લેવલ ઘણું છે. પણ જીનલને હું વધુ સારી રીતે ઓળખુ છુ, તો ફેવરિટ જીનલ કહી શકાય.












Click it and Unblock the Notifications
