For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Emmy Awards 2020: 'દિલ્લી ક્રાઈમ' એ જીત્યો બેસ્ટ ડ્રામા સીરિઝનો અવૉર્ડ, શેફાલીએ કહી આ વાત

નેટફ્લિક્સ પર આવેલી વેબ સીરિઝ દિલ્લી ક્રાઈમને ઈન્ટરનેશનલ એમી અવૉર્ડ્ઝ 2020માં બેસ્ટ ડ્રામા સીરિઝનો ખિતાબ મળ્યો છે.

|
Google Oneindia Gujarati News

International Emmy Awards 2020: નેટફ્લિક્સ પર આવેલી વેબ સીરિઝ દિલ્લી ક્રાઈમને ઈન્ટરનેશનલ એમી અવૉર્ડ્ઝ 2020માં બેસ્ટ ડ્રામા સીરિઝનો ખિતાબ મળ્યો છે. આવુ પહેલી વાર છે જ્યારે કોઈ ભારતીય વેબ સીરિઝને આ ખિતાબ પોતાના નામે કર્યો છે. આ વેબ સીરિઝ ભારતની રાજધાની દિલ્લીમાં 2012માં થયેલ નિર્ભયા ગેંગરેપ કેસ પર આધારિત છે. આ કેસના આરોપીઓને હાલમાં જ ફાંસી આપવામાં આવી છે. ચાલતી બસમાં નિર્ભયાનો ગેંગરેપ કરવામાં આવે છે ત્યારબાદ તેનુ મોત થઈ જાય છે. આ કેસે આખા દેશને હચમચાવી દીધો હતો. વેબ સીરિઝે એમી અવૉર્ડ જીત્યા બાદ તેના કલાકારો ખૂબ જ ખુશ છે.

delhi crime

ઈન્ટરનેશનલ એમી અવૉર્ડ 2020ને વર્ચ્યુઅલ રીતે હોસ્ટ કરવામાં આવ્યો હતો. આ ચર્ડ કાઈન્ડે હોસ્ટ કર્યુ હતુ. ઈન્ટરનેશનલ એમી અવૉર્ડ્ઝે સોશિયલ મીડિયા પર લખ્યુ છે, 'ડ્રામા સીરિઝ દિલ્લી ક્રાઈમે ભારતીય પ્રોગ્રામમાં પહેલો એમી અવૉર્ડ પોતાના નામે કર્યો છે.' આ વેબ સીરિઝમાં શેફાલી શાહે ડેપ્યુટી કમિશ્નર ઑફ પોલિસ વર્તિકાનુ કેરેક્ટર નિભાવ્યુ હતુ. જેમના નિરીક્ષણ હેઠળ આખા કેસની તપાસ થઈ હતી. આ ઉપરાંત વેબ સીરિઝમાં રસિકા દુગ્ગલ, રાજેશ તયલાંગ, અભિલાષા સિંહ મહત્વની ભૂમિકા હતા.

શેફાલી શાહે શું કહ્યુ?

દિલ્લી ક્રાઈમમાં મુખ્ય ભૂમિકા શેફાલી શાહની હતી. તેમણે ખિતાબ જીતવાના વીડિયોને ટ્વિટ કરીને કહ્યુ કે, 'omg, મને વિશ્વાસ નથી આવી રહ્યો કે અમને એમી અવૉર્ડ મળ્યો છે.' શેફાલી શાહે જે વીડિયો શેર કર્યો છે તેમાં તમે સીરિઝનુ અનાઉન્સમેન્ટ થતા જોઈ શકો છો. તમને જણાવી દઈએ કે આ પહેલા ઈન્ટરનેશનલ એમી અવૉર્ડ્ઝમાં 2019માં સર્વશ્રેષ્ઠ ડ્રામા સીરિઝ માટે સેક્રેડ ગેમ્સ સિઝન-1ને નૉમિનેટ કરવામાં આવી હતી પરંતુ તેને આ ખિતાબ મળ્યો નહોતો.

રકુલ પ્રીત સિંહના બોલ્ડ ફોટોએ વધારી ગરમી, જુઓ PICS

English summary
International Emmy Awards 2020: Web Series 'Delhi Crime' wins Best Drama Series, Read Shefali Shah reaction.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X