Mirzapur 3 Trailer: 'મિર્ઝાપુર 3'નુ ધમાકેદાર ટ્રેલર રિલીઝ, ખુરશીની લડાઈનો નહિ જોયો હોય આવો ખેલ
Mirzapur 3 Trailer Out: અત્યાર સુધી પ્રખ્યાત વેબ સિરીઝ 'મિર્ઝાપુર 3' ની રિલીઝને લઈને ઘણી બધી બાબતો સામે આવી રહી હતી, પરંતુ હવે તેના ટ્રેલરે માત્ર ફેન્સને જ એક્સાઈટ કર્યા નથી પરંતુ સોશિયલ મીડિયા પર પણ ધૂમ મચાવી દીધી છે. ચાહકો લાંબા સમયથી આ વેબ સિરીઝની રિલીઝની રાહ જોઈ રહ્યા છે.
ચાહકોના ઉત્સાહને વધારતા, સિરીઝના નિર્માતાઓએ તેનું ટ્રેલર આજે એટલે કે 20 જૂન, 2024ના રોજ રિલીઝ કર્યું છે. લોકો ટ્રેલરને ખૂબ પસંદ કરી રહ્યા છે. ટ્રેલર રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા પર પણ ટ્રેન્ડ કરી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે વેબ સિરીઝ 'મિર્ઝાપુર 3' 5 જુલાઈ, 2024ના રોજ OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થશે. સિરીઝની ત્રીજી સીઝનનું ટ્રેલર રિલીઝ થયા બાદથી જ તરંગો મચાવી રહ્યું છે. ટ્રેલર જોઈને સ્પષ્ટ થાય છે કે સિરીઝમાં મિર્ઝાપુરની ખુરશી માટે યુદ્ધ થશે.
જો લોકોનું માનીએ તો 'મિર્ઝાપુર 3'નું ટ્રેલર ખૂબ જ આકર્ષક છે. ચાહકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. ટ્રેલરમાં, પંકજ ત્રિપાઠી માત્ર છેલ્લી થોડી સેકન્ડમાં જોવા મળે છે અને હલચલ મચાવે છે. તેની એન્ટ્રીથી લોકો ખુશ થઈ જાય છે. જોકે, ટ્રેલરમાં ફેન્સ તેને અને તેનો અવાજ ખૂબ પસંદ કરી રહ્યા છે.
અલી ફઝલ આ વખતે વધુ વિકરાળ અવતારમાં જોવા મળી રહ્યો છે. આ વખતે ઈશા તલવાર અને અંજુમ શર્માના પાત્રો વધુ મજબૂત દેખાઈ રહ્યા છે. આ સિરીઝમાં રસિકા દુગ્ગલનું પાત્ર પણ ટ્વિસ્ટ એન્ડ ટર્ન લાવવાનું છે.
તમને જણાવી દઈએ કે આ વેબ સિરીઝમાં પંકજ ત્રિપાઠી કાલિન ભૈયાના રોલમાં છે. કાલિન ભૈયા મિર્ઝાપુરના રાજા છે. જો કે તેઓ તેમની ખુરશી તેમના પુત્ર મુન્નાને આપી રહ્યા હતા. પરંતુ મુન્નાનુ હવે મોત થઈ ચૂક્યુ છે. બધા મિર્ઝાપુરની ખુરશી પર નજર રાખીને બેઠા છે. સત્તા કોના હાથમાં રહેશે તે જોવું રસપ્રદ રહેશે.












Click it and Unblock the Notifications
