Year Ender 2023: આ વર્ષની ટૉપ 5 ક્રાઈમ થ્રીલર વેબ સીરિઝ, એક વાર જરુર જોઈ લેજો
Top 5 Web Series Of 2023: વર્ષ 2023માં બૉલિવુડની ઘણી ફિલ્મોએ લોકોના દિલ જીત્યા એટલુ જ નહીં પરંતુ ઘણી વેબ સીરિઝે પણ લોકોના દિલમાં એક અલગ જ જગ્યા બનાવી છે. કેટલીક વેબ સીરિઝ એવી હતી જેણે લોકોની ભાવનાઓ પણ જગાડી હતી. વર્ષ 2023માં ઘણી ક્રાઈમ થ્રિલર વેબ સીરિઝે પોતાની છાપ છોડી છે, જેને એકવાર જોવી ખૂબ જ જરૂરી છે.
આ વેબ સીરિઝ દર્શકોને તેના ચાહકો બનાવી શકે છે. આવો જાણીએ ટૉપ 5 ક્રાઈમ થ્રીલર વેબ સીરિઝ વિશે, જે તમારે એકવાર જોવી જ જોઈએ. તમે આ ટોપ 5 વેબ સીરિઝ ક્યાં અને કેવી રીતે જોઈ શકો છો તે પણ જાણો અહીં.

ફર્ઝી
વર્ષ 2023ની સર્વશ્રેષ્ઠ વેબ સીરિઝની યાદીમાં રાજ એન્ડ ડીકેની 'ફર્ઝી' ટૉપ પર છે. શાહિદ કપૂર, વિજય સેતુપતિ, કેકે મેનન અને રાશિ ખન્નાની આ શ્રેણી બ્લેક કૉમેડી ક્રાઈમ થ્રીલર છે. તેની વાર્તા એક કલાકાર સાથે જોડાયેલી છે જે પૈસા કમાવવા માટે નકલી નોટો છાપવાનું શરૂ કરે છે. તે આ કામમાં એટલો નિપુણ બની જાય છે કે અસલી અને નકલી વચ્ચેનો તફાવત પારખવો મુશ્કેલ બની જાય છે. આ વેબ સીરિઝ એમેઝોન પ્રાઇમ વીડિયો પર ઉપલબ્ધ છે.
સ્કૂપ
વેબ સીરિઝ 'સ્કૂપ' પત્રકાર જિગ્ના વોરાના વાસ્તવિક જીવનની વાર્તા પર આધારિત છે. આ વેબ સીરિઝમાં કરિશ્મા તન્ના, ઝીશાન અયુબ અને હરમન બાવેજા લીડ રોલમાં જોવા મળશે. આ સીરિઝ જિગ્ના વોરાના જેલના દિવસો પરના પુસ્તક 'બિહાઇન્ડ બાર્સ ઇન ભાયખલાઃ માય ડેઝ ઇન પ્રિઝન' પર આધારિત છે. તમને જણાવી દઈએ કે જિગ્ના વોરાની 2011માં પત્રકાર જ્યોતિર્મય ડેની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. જીજ્ઞા વોરાએ તાજેતરમાં જ 'બિગ બૉસ 17'માં પણ સ્પર્ધક તરીકે પ્રવેશ કર્યો હતો. આ શાનદાર વેબ સીરિઝ OTT પ્લેટફોર્મ Netflix પર ઉપલબ્ધ છે.
દહાડ
બૉલિવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હાએ રીમા કાગતી અને ઝોયા અખ્તરની દમદાર વેબ સીરિઝ 'દહાડ'થી OTTની દુનિયામાં ડેબ્યૂ કર્યું છે. આ સીરિઝમાં તેની સાથે ગુલશન દેવૈયા, વિજય વર્મા અને સોહમ શાહ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ સીરિઝની વાર્તા રાજસ્થાનના માંડવાની છે, જ્યાં 27 મહિલાઓ પર સતત બળાત્કાર અને હત્યા કરવામાં આવી છે. સબ ઈન્સ્પેક્ટર અંજલી ભાટી આ અંગે તપાસ કરી રહ્યા છે. હત્યારાને શોધવાની સાથે આ સીરિઝ જાતિ પ્રથા પર પણ પ્રહાર કરે છે. આ અદભૂત વેબ સીરિઝ OTT પ્લેટફોર્મ Amazon Prime Video પર ઉપલબ્ધ છે.
અસૂર 2
જિયો સિનેમાની સીરિઝ 'અસૂરઃ વેલ્કમ ટુ યોર ડાર્ક સાઈડ' વર્ષ 2020માં સ્ટ્રીમ કરવામાં આવી હતી. જ્યારે 'અસુર 2' તેની સિક્વલ છે. આ એક મનોવૈજ્ઞાનિક ક્રાઈમ થ્રીલર છે. અરશદ વારસી, બરુણ સોબતી, અનુપ્રિયા ગોયન્કા અને રિદ્ધિ ડોગરાની ટીમ સીરિયલ કિલર શુભને પકડવા માટે સખત પ્રયાસ કરતી જોવા મળે છે. તમારે ફોરેન્સિક નિષ્ણાતો અને સીબીઆઈ અધિકારીઓની આ સીરિઝ જોવી જ જોઈએ.
કોહરા
'કોહરા' મૂળ પંજાબી વેબ સીરિઝ છે પરંતુ તે હિન્દી અને અન્ય ભાષાઓમાં પણ રિલીઝ થઈ છે. આ વેબ સીરિઝની વાર્તા ગુમ થયેલ NRI વરની શોધ અને ત્યારબાદ હત્યાની તપાસ પર આધારિત ક્રાઈમ થ્રીલર છે. રણદીપ ઝાના નિર્દેશનમાં બનેલી આ સીરિઝમાં બરુન સોબતી, હરલીન સેઠી, સુવિન્દર વિકી અને મનીષ ચૌધરી જોવા મળે છે. આ વેબ સિરીઝ નેટફ્લિક્સ પર ઉપલબ્ધ છે.












Click it and Unblock the Notifications
