Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ઝી5 ઑરિજિનલ 'માફિયા'નું ટ્રેલર થયુ રિલીઝ!

ઝી5 જલ્દી પોતાની એક અનોખી મનોવૈજ્ઞાનિક થ્રિલર માફિયા રિલીઝ કરવા માટે તૈયાર છે જેનુ પ્રીમિયર 10 જુલાઈએ કરવામાં આવશે.

ઝી5 જલ્દી પોતાની એક અનોખી મનોવૈજ્ઞાનિક થ્રિલર માફિયા રિલીઝ કરવા માટે તૈયાર છે જેનુ પ્રીમિયર 10 જુલાઈએ કરવામાં આવશે. હાલમાં જ શોનુ ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યુ છે જેમાં દર્શકો સામે દોસ્તોના રિયુનિયનની ઝલક શેર કરવામાં આવી છે, જે એક સોશિયલ ડિડક્શન રમતના માધ્યમથી વિશ્વાસઘાત અને છળના વાસ્તવિક જીવનના જુગારમાં બદલાઈ જાય છે.

રહસ્યમય ડ્રામા ફેરવાયો મનોવૈજ્ઞાનિક થ્રિલરમાં

રહસ્યમય ડ્રામા ફેરવાયો મનોવૈજ્ઞાનિક થ્રિલરમાં

ટ્રેલરની શરૂઆત દોસ્તોના ગ્રુપ દ્વારા એક કાળા ગાઢ જંગલમાં રીયુનિયનના શૉટ્સ સાથે થાય છે. પરંતુ શું તે વાસ્તવમાં સૌથી સારા દોસ્ત છે? ટ્રેલરમાં શોની કહાનીને આગળ લંબાવવામાં આવે છે જ્યારે આ ગ્રુફ માફિયા નામક સોશિયલ ડિડક્શન રમતની શરૂઆત કરે છે. આ દર્શકોને વાસ્તવિક રમતની કહાની સાથે બાંધી રાખશે અને આ રહસ્યમય ડ્રામાને મનોવૈજ્ઞાનિક થ્રિલરમાં બદલી દેતા છ ખેલાડીઓના જીવનને દર્શાવવામાં આવશે. શું કેરેક્ટરો જીવનના આ ખેલને બચાવી શકશે? શું તે એકબીજા સામે ઉતરીને, પોતાના સૌથી રહસ્યમય સત્યને પ્રકાશમાં લાવી શકશે?

10 જુલાઈના રોજ ઝી5 પર

10 જુલાઈના રોજ ઝી5 પર

શો રહસ્ય અને મનોવૈજ્ઞાનિક થ્રિલરનુ યોગ્ય મિશ્રણ છે. ટ્રેલરમાં માત્ર બેકગ્રાઉન્ડ કહાનીની એક ઝલક શેર કરવામાં આવી છે પરંતુ અસલી ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે કેરેક્ટરો ખેલ શરૂ કરે છે. તે શોના કથાનકને સંપૂર્ણપણે બદલી દે છે. પરંતુ ખેલમાં આગળ વધીને અસલી ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે એક દોસ્તાના ખેલ દરમિયાન એક બેભાન હત્યા એક અસલી હત્યામાં બદલાઈ જાય છે. જીવનના આ ખેલમાં કોણ બચશે અને કોણ એકબીજા સામે ઉતરશે, એ જાણવા માટે દર્શકોએ 10 જુલાઈના રોજ ઝી5 પર શો જોવો પડશે. 'હું વાસ્તવમાં આના પ્રત્યે દર્શકોની પ્રતિક્રિયાની રાહ જોઈ રહ્યો છુ' - માફિયાના ટ્રેલર રિલીઝ પર નમિત દાસ કહે છે.

અંધકારભર્યા રહસ્યો પરથી પડદો હટશે

અંધકારભર્યા રહસ્યો પરથી પડદો હટશે

'શો ઓટીટીની ભૂખનો ખેલ છે અને ખેલ હજુ શરૂ થયો છે. તો ચાલો, માફિયા રમીએ છે. મારી ભૂમિકા શોના પાત્રો અને ખેલના નિયમ જણાવે છે અને હું દર્શકોને આશ્વસ્ત કરી શકુ છુ કે રહસ્ય તેમના માટે મનોવૈજ્ઞાનિક રોમાંચમાં બદલાઈ જશે. આ એક અનોખી રીયુનિયનની કહાની છે જે દરેક ચરિત્રના ધીરજનુ પરીક્ષણ કરશે અને આ વાસ્તવિક જીવનના જુગારના માધ્યમથી તેમના અંધકારભર્યા રહસ્યો પરથી પડદો હટશે અને ટ્રેલરમાં આપણે આની એક ઝલક જોવા મળી રહી છે. મને આશા છે કે દર્શક ટ્રેલરનો આનંદ લેશે અને 10 જુલાઈના રોજ ઝી5 પર જિંદગીનો આ જુગારમાં આપણી સાથે શામેલ થશે.' અનિન્દતા બોસે માફિયાના ટ્રેલર રિલીઝ પર કહ્યુ. આ શો લોકપ્રિય સોશિયલ ડિડક્શન બોર્ડ ગેમ માફિયા પર આધારિત છે. બિરસા દાસગુપ્તા દ્વારા નિર્દેશિત, એસ્કે મૂવીઝ દ્વારા નિર્મિત અને રોહન ઘોષ તેમજ અરિત્રા સેન ધનનિયા, રિદ્ધિમા ઘોષ, અનન્યા રૂપે ઈશા એમ સાહા, નેહા રૂપે અનીદિતા બોસ અને તાન્યા રૂપે મધુરિમા રૉય નિર્ણાયક ભૂમિકામાં છે. પોતાના કેલેન્ડર પર 10 જુલાઈ 2020ની તારીખ ચિહ્નિત કરી લો કારણકે આ દિવસે માફિયા વિશેષ રીતે ઝી5 પર પ્રીમિયર માટે તૈયાર છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X