For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં ત્રીજો ઉમેદવાર ઉતારીને ભાજપે રાજ્યસભાની ચૂંટણી બનાવી રોમાંચક

આખરે ગણતરી મુજબ ભાજપે રાજ્યસભાની ચૂંટણીમાં ત્રીજા ઉમેદવારને મેદાનમાં પણ ઉતાર્યો છે. સંખ્યાબળની દ્રષ્ટિએ ભાજપ પાસે ફક્ત બે સભ્યો ચૂંટાય તેટલા જ સભ્યો છે. જ્યારે, કોંગ્રેસના બે સભ્યો ચૂંટાઇ શકે છે. પરંત

|
Google Oneindia Gujarati News

આખરે ગણતરી મુજબ ભાજપે રાજ્યસભાની ચૂંટણીમાં ત્રીજા ઉમેદવારને મેદાનમાં પણ ઉતાર્યો છે. સંખ્યાબળની દ્રષ્ટિએ ભાજપ પાસે ફક્ત બે સભ્યો ચૂંટાય તેટલા જ સભ્યો છે. જ્યારે, કોંગ્રેસના બે સભ્યો ચૂંટાઇ શકે છે. પરંતું, ભાજપે તોડજોડના રાજકારણને હવે કાયમી સ્વરૂપ આપી દીધુ હોય તેમ સરાજાહેર કોંગ્રેસના અને અન્ય વિધાનસભ્યોને પોતાના પલ્લામાં ઉતારવાની કવાયત હાથ પણ ધરી દીધી છે.

ત્રીજા ઉમેદવાર તરીકે નરહરી અમીનનું નામ

ત્રીજા ઉમેદવાર તરીકે નરહરી અમીનનું નામ

ભાજપે મુળ કોંગ્રેસ કુળના અને ભાજપમાં જોડાયા બાદ હાંસિયામાં ધકેલી દીધેલા નરહરિ અમિનને ત્રીજા ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે અભય ભારદ્વાજ અને રમિલા બારાને સત્તાવાર મેદાનમાં ઉતાર્યા બાદ વધુ એક ઉમેદવાર તરીકે બિન સત્તાવાર રીતે નરહરિ અમીનની પસંદગી કરી છે. નરહરિ અમિન કોંગ્રેસની સરકાર દરમિયાન નાયબ મુખ્યમંત્રી રહી ચુક્યા છે. રમતજગત સાથે અને પાટીદાર નેતા તરીકે વર્ચસ્વ ધરાવતાં અમિન ગુજરાત કોંગ્રેસના સભ્યોમાં પણ સંપર્ક ધરાવે છે.

ભાજપે ચલી ચાલ

ભાજપે ચલી ચાલ

જો ભાજપે ત્રીજા ઉમેદવારને મેદાનમાં ન ઉતાર્યા હોત તો, ચૂંટણી કરવાની નોબત ન આવત અને ભાજપના બે ઉમેદવાર અને કોંગ્રેસના બે ઉમેદવારોને વિજેતા જાહેર કરવામાં આવી શકત. પરંતું. ભાજપે પાછલા બારણે ત્રીજા ઉમેદવારને મેદાનમાં ઉતારીને કોંગ્રેસની ઉંઘ બગાડી દીધી છે. કોંગ્રેસમાં અંદરખાને અસંતોષ ભભુકેલો છે. ત્યારે, અસંતુષ્ટ ધારાસભ્યો આ ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારની બાજી બગાડી શકે છે. કહેવાય છેકે, ભરતસિંહ સોલંકી જૂથે આક્રમક બનીને ભરતસિંહ સોલંકીને ઉમેદવાર બનાવડાવ્યા છે. જેના કારણે ધારાસભ્યોમાં પાટીદાર જૂથ નારાજ હોવાના અણસાર પણ મળ્યા છે. ભરતસિંહની બાજી પલટાઇ પણ શકે છે.

આ છે ભાજપનુ ગણિત

આ છે ભાજપનુ ગણિત

ભાજપ દર વખતની જેમ વિકલ્પ ઉમેદવાર તરીકે આયાતી નેતાને પ્રેફરન્સ આપતું રહ્યુ છે. જેના કારણે, જીતી જાય તો આવકારો અને ન જીતી શકે તો, આયાતી નેતાને ઠેકાણે પણ પાડી શકાય તેવી ગણતરી રહી છે. ભાજપ પોતાની ત્રણ બેઠક જાળવી રાખવા અને ત્રણે ઉમેદવારોને જિતાડવા શામ, દામ, દંડ, ભેદ શરૂ કર્યા છે. જોકે, ભાજપમાં પણ આંતરિક અસંતોષ છે. પરંતું. એટલી હદે ધારાસભ્યો નારાજ નથી કે બળવો કરે અથવા કોંગ્રેસ સાથે જોડાઇ શકે. જ્યારે, કોંગ્રેસના પાંચથી સાત ધારાસભ્યો પક્ષપલટો કરી શકે છે અથવા તો મતદાનથી અળગા રહીને કે ક્રોસ વોટીંગ કરીને ભાજપને મદદ કરી શકે છે.

ભાજપને જીતવા માટે 7 ધારાસભ્યોની જરૂર

ભાજપને જીતવા માટે 7 ધારાસભ્યોની જરૂર

ભાજપને જીતવા માટે સાત ધારાસભ્યોનું સંખ્યાબળ ખુટે છે. જેમાં, બે ધારાસભ્યો છોટુ વસાવાની પાર્ટી બીટીપી અને એનસીપીના એક ધારાસભ્ય ચાવીરૂપ ભૂમિકા નિભાવી શકે છે. કોંગ્રેસ પાસે 77 સભ્યોનું સંખ્યાબલ હોવાના કારણે શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી બંને જીતી શકે તેટલા સભ્યો છે. પરંતું, આંતરીક ખેંચતાણમાં તુટવાનો ડર હોવાના કારણે કોંગ્રેસ પોતાના સભ્યોને સામૂહિક રીતે સલામત સ્થળે ખસેડે તેવી શક્યતા છે.

આ પણ વાંચો: રાહતના સમાચાર! ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના આટલા દર્દીઓ થયા સ્વસ્થ

English summary
3rd candidate of bjp is making thriller in rajyasabha election after both path party candidates nomination declared
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X