સિદ્ધપુર ખાતે મહિલાઓ માટે કાયદા શિબિરનુ આયોજન કરાયું
ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા પંચાયત પાટણ ના સંયુક્ત ઉપક્રમે પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં કાયદા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા પંચાયત પાટણ ના સંયુક્ત ઉપક્રમે પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં કાયદા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી જેમને તેમના કાયદાકીય હકોનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતિ મકવાણા અને મહિલા આયોગના રાજૂલ દેસાઇ ઉપસ્થિત રહ્યા હતા.

આજના સમયમાં ટેકનોલોજીનું પ્રમાણ વધ્યું છે. મહિલાઓને મોબાઈલ, વોટ્સપ, ફેસબુક, ટ્વિટર, ઓનલાઇન દ્વારા છેતરપિંડીનો ભોગ ન બને તેમજ ભણવાની ઉંમરમાં કોઈ મોટી મુશ્કેલીમાં ન મુકાય તે માટે તેઓને જાગૃત કરવામાં આવી. નવા ભારતના નિર્માણમાં મહીલાઓની મહત્વની ભાગીદારી છે. જેથી મહિલાઓ કાયદાના જ્ઞાન થી અવગત થાય તે હેતુ થી કાયદા શિબિરનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહિલાઓને સાઈબર ક્રાઇમ વિશે પણ મહત્વની જાણકારી આપવામાં આવી.
જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતિ મકવાણા દ્વારા કાયદા શિબિરમાં મહિલાઓને કાયદાનું રક્ષણ તેનો ઉપયોગ, મહિલાઓના હકો ઉપરાંત દહેજ પ્રથા અને ભરણપોષણ બાબતે તલસ્પર્શી માહિતી આપી હતી. અચાનક આવી પડતી અણધારી આફત સામે નારી અદાલતોનો સંપર્ક કરવાનું આહવાન કર્યું હતું. રાષ્ટ્રીય મહિલા આયોગના પૂર્વ સદસ્ય ડૉ. રાજુલ દેસાઈએ જણાવ્યું કે દીકરીની રક્ષા કરવી માતાની જવાબદારી છે. લવજેહાદ, દીકરી સાથે થતી છેતરપિંડી, વિદેશ લગ્ન વગેરે મુદ્દાઓની તલસ્પર્શી માહિતી થી કાયદા શિબિરમાં આવેલી મહિલાઓને અવગત કરી હતી.












Click it and Unblock the Notifications
