વલસાડમાં વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વર્કશોપ યોજાયો

વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ૧૧ જુલાઇ વિશ્વ વસતિ દિનની ઉજવણીના ભાગરૂપે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા જનસંપર્ક કરી વસતિ સ્થિરતા લાવવા માટે પ્રચાર પ્રસાર કરી નાના કુટુંબની અગત્યતા, બે બાળક વ

વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ૧૧ જુલાઇ વિશ્વ વસતિ દિનની ઉજવણીના ભાગરૂપે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા જનસંપર્ક કરી વસતિ સ્થિરતા લાવવા માટે પ્રચાર પ્રસાર કરી નાના કુટુંબની અગત્યતા, બે બાળક વચ્ચે રાખવાનો જરૂરી સમયગાળો તેમજ કુટુંબ કલ્યાણ માટે જરૂરી જાણકારી આપવામાં આવી.

Valsad

આ વર્કશોપમાં ગત વર્ષે કુટુંબ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત સૌથી સારી કામગીરી કરનારા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થ વર્કરને સર્ટીફિકેટ અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. પુરૂષ નસબંધી માટે લાભાર્થીઓને પ્રોત્સાહિત કરી સૌથી વધુ કામગીરી કરનારા હેલ્થ વર્કર્સના સન્માનિત કરવામાં આવ્યા હતા. તો એજ રીતે, મહિલાઓમાં પણ કોપર ટી મુકાવી ગર્ભ નિયંત્રણની કામગીરી કરનાર ફિમેલ હેલ્થ વર્કર અને જિલ્લામાં કુટુંબ કલ્યાણનાં સૌથી વધુ ઓપરેશન કરનારા તબીબોનું પણ આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું હતું.

વલસાડ જિલ્લામાં હાલમાં ચાલી રહેલા વસતિ સ્થિરતા પખવાડિયા દરમિયાન અંદાજે ૨૫૦ જેટલા કુટુંબ કલ્યાણનાં ઓપરેશનો કરવામાં આવશે, વધુમાં વધુ લોકોને પુરુષ નસબંધી તથા મહિલાઓને કોપર ટી મુકવાનું આયોજન પણ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું હોવાનું જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે.

જિલ્લા પંચાયત આરોગ્ય અધ્યક્ષા રંજનબેન પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ પટેલ, અધિક જિલ્લા આરોગ્ય આધકારી, તાલુકા હેલ્થ ઓફિસર, કર્મચારીઓ હાજર રહ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X