અમદાવાદમાં બનશે 4 નવા ફ્લાયઓવર બ્રિજ, PM મોદી કરશે શિલાન્યાસ
PM Modi in Ahemdabad: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA) દ્વારા શહેરના બાકરોલ, પાંજરાપોળ, રામોલ અને હાથીજણ જંક્શન ખાતે 391 કરોડના ખર્ચે બાંધવામાં આવનારા ચાર છ લેન ઓવરબ્રિજનો 16 સપ્ટેમ્બરના રોજ શિલાન્યાસ કરે તેવી અપેક્ષા છે.
આ ચાર જંકશન પરથી 75,000 થી વધુ વાહનો પસાર થાય છે, જ્યાં આ 27 મીટર પહોળા પુલ બનાવવામાં આવશે.
AUDA એ આ વ્યસ્ત રોડ પર ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા માટે એશિયન ડેવલપમેન્ટ બેંકના સહાયતા પ્રોજેક્ટ હેઠળ શહેરના સરદાર પટેલ રિંગ રોડ પર 10 જંકશન પર ફ્લાયઓવર બનાવવાનું આયોજન કર્યું છે.
જેમાંથી છ બ્રિજ બનાવવાનું કામ શરૂ થઈ ગયું છે. ચાર નવા બ્રિજના ભૂમિપૂજન (શિલાન્યાસ સમારંભ) બાદ, અઢી વર્ષમાં બાંધવામાં આવે તેવી અપેક્ષા છે.

- રામોલમાં 80 કરોડના ખર્ચે 900 મીટર લાંબો અને 27 પહોળો ઓવર બ્રિજ બનશે
- પાંજરાપોળમાં 85 કરોડના ખર્ચે 890 મીટર લાંબો અને 27 પહોળો ઓવર બ્રિજ બનશે
- હાથીજણમાં 78 કરોડના ખર્ચે 860 મીટર લાંબો અને 27 પહોળો ઓવર બ્રિજ બનશે
- બાકરોલમાં 64 કરોડના ખર્ચે 850 મીટર લાંબો અને 27 પહોળો ઓવર બ્રિજ બનશે
16 સપ્ટેમ્બરના રોજ ઝુંડાલ વિસ્તારમાં 1,120 EWS (આર્થિક રીતે નબળા વિભાગ) ઘરોનું ઈ-લોન્ચ કરવામાં આવશે. દોઢ રૂમના કિચન ફ્લેટની કિંમત 6 લાખ રાખવામાં આવી છે.
જેના માટે વર્ષ 2021-22 માટે યોજાયેલા ડ્રોમાં એક લાખથી વધુ અરજીઓ મળી હતી. ડ્રોમાં કુલ 1,025 મકાનો ફાળવવામાં આવ્યા છે, જ્યારે 95 મકાનો ફાળવાયા નથી.












Click it and Unblock the Notifications
