ગુજરાત ભાજપના ટીવી પેનલિસ્ટે પાર્ટી નેતા સામે નોંધાવી પોલીસ ફરિયાદ
Gujarat BJP : ગુજરાત ભાજપના ટીવી પેનલિસ્ટ શ્રદ્ધા રાજપૂતે સુરત સ્થિત ભારતીય જનતા પાર્ટીના નેતા સામે ચેક રિટર્ન અને ઉછીના પૈસા ન ચૂકવવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતી, શ્રદ્ધા રાજપૂત (41) પોતાને એક સામાજિક કાર્યકર તરીકે ઓળખાવે છે, જેઓ શ્રદ્ધા ચેરિટેબલ ફાઉન્ડેશન ચલાવે છે. આ સાથે તેઓ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (GMC) સાથે હેલ્થ કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે.
ગાંધીનગરના સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી પોતાની ફરિયાદમાં શ્રદ્ધા રાજપૂતે જણાવ્યું હતું કે, તેણી દર્શિની કોઠિયાને 2018 માં જીએમસીમાં મળી હતી, અને જે બાદ તેઓ ઘણી વખત મળ્યા હતા.
સપ્ટેમ્બર 2022 માં, દર્શિની કોઠિયાએ રાજપૂતને જાણ કરી કે, તેણી નોંધપાત્ર સમસ્યાઓનો સામનો કરી રહી છે અને તેને રૂપિયા 5 લાખની જરૂરીયાત છે.
શ્રદ્ધા રાજપૂતે દર્શિની કોઠિયાને રૂપિયા 5 લાખ રોકડા આ શરત સાથે કે, તે એક વર્ષમાં પરત કરવામાં આવશે. એક વર્ષ પછી શ્રદ્ધા રાજપૂતે તેના પૈસા પાછા આપવા વિનંતી કરી હતી.

દર્શિની કોઠિયાએ શ્રદ્ધા રાજપૂતને ICICI બેંક સુરત શાખામાંથી બે ચેક આપ્યા હતા, જે ગાંધીનગરની ICICI શાખામાં ક્લિયર થવામાં નિષ્ફળ ગયા હતા. જે બાદ બેંક મેનેજરે પોસ્ટ મારફતે દર્શિની કોઠીયાને ચેક પરત કર્યા હતા.
શ્રદ્ધા રાજપૂતે પોતાની ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, દર્શિની કોઠીયાએ ન તો રૂપિયા 5 લાખ કે રિટર્ન ચેક થયો હતો. શ્રદ્ધા રાજપૂતે પોતાની ફરિયાદ સાથે દર્શિની કોઠીયા દ્વારા આપવામાં આવેલા ચેક અને બેંકની કાઉન્ટર સ્લીપની નકલો પોલીસને સુપરત કરી છે.
શ્રદ્ધા રાજપૂતની ફરિયાદ પર, પોલીસે સુરતના પુનાગામમાં રહેતી દર્શિની પ્રવિણભાઈ કોઠિયા સામે IPC કલમ 406 અને 420 હેઠળ ગુનો નોંધ્યો છે. તેણીની ફેસબુક પ્રોફાઇલ મુજબ, દર્શિની કોઠિયા ગુજરાત ભાજપના પૂર્વ સચિવ છે.
તેણીના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ મુજબ, તે રાજકારણી, વકીલ, નોટરી, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આરોગ્ય સમિતિના અધ્યક્ષ અને ગુજરાત ભાજપની રાજ્ય કારોબારી સમિતિના સભ્ય છે.












Click it and Unblock the Notifications
