પતિથી અલગ રહેતી પત્નીએ માંગ્યો મા બનવાનો અધિકાર, ગુજરાત હાઈકોર્ટે આપ્યો આવો ચુકાદો
Gujarat High Court: એક પરિણીત મહિલા દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ અરજીમાં આ મહિલા દ્વારા તેના પતિ પાસેથી શુક્રાણુ આપવા અથવા અન્ય કોઈ પાસેથી વીર્ય મેળવવાની પરવાનગીની માંગણી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ચાલીસ વર્ષની પરિણીત મહિલા પાંચ વર્ષથી તેના પતિથી અલગ રહે છે. પતિ દ્વારા ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી કરવામાં આવી છે.
માતા બનવા માંગે છે મહિલા - પરિણીત મહિલાએ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરીને જણાવ્યું હતું કે, તે માતા બનવા માંગે છે. પતિ લગભગ પાંચ વર્ષથી અલગ રહે છે.
હાઈકોર્ટના જજ સંગીતા વિષેને અરજીકર્તાને પૂછ્યું કે પતિની સંમતિ વિના આ કેવી રીતે શક્ય બન્યું. જ્યારે, તેણીએ છૂટાછેડા માટે અરજી કરી છે.

અરજી સ્વીકારી શકાતી નથી - ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું હતું કે, પહેલા તમારા છૂટાછેડાનો કેસ પૂરો કરવો પડશે. આ સ્થિતિમાં આ અરજી સ્વીકારી શકાય નહીં.
આના પર અરજદાર મહિલાએ જણાવ્યું હતું કે, તે હાલ આ પિટિશન પાછી ખેંચી રહી છે, પરંતુ જો જરૂર પડશે. તો તે પોતાની માંગ અંગે ફરીથી કોર્ટમાં અરજી કરશે.












Click it and Unblock the Notifications
