અમદાવાદ:ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઝડપાયો 2.10 કરોડનો હાઈબ્રીડ ગાંજો, જુહાપુરાની ટોળકીની જાણો સમગ્ર મોડસ ઓપરેન્ડી
AHMEDABAD AIRPORT: રાજ્યમાં ડ્રગ્સ સહિતના નશીલા પદાર્થ પકડવાનો સિલસિલો હજુ પણ થયાવત છે. ડ્રગ્સ પેડલરો અનેક કિમિયા ગોતીને ડ્રગ્સ સહિતના નશીલા પદાર્થ ઘૂસાડવાના પેતરા કરતા હોય છે. જો કે, પોલીસ તેમના આ કિમિયાને નાકામ કરી દે છે.
ત્યારે અમદાવાદ શહેરમાંથી ફરી એક વખત હાઈબ્રીડ ગાંજો ઝડપાયો છે. મળતી માહિતી મુજબ, અમદાવાદ એરપોર્ટ પરથી આશરે2 કરોડની કિંમતનો હાઈબ્રિડ ગાંજો ઝડપાયો છે.
આ હાઈબ્રિડ ગાંજા સાથે 7 આરોપીની ધરપકડકરવામાં આવી છે. જ્યારે પોલીસ પકડથી હજુ પણ એક આરોપી ફરાર છે.
આ હાઈબ્રીજ ગાંજોને રાજ્યમાં ઘૂસાડવાના કૌભાંડ અંગે મળતી માહિતી મુજબ, થાઈલેન્ડ ફરવા ગયેલા યુવકોને પૈસાની લાલચ આપીને હાઈબ્રીડ ગાંજાને રાજ્યમાં ઘૂસાડવામાં આવતો હતો.
જો કે, પોલીસે આ સમગ્ર કૌભાંડને ઝડપી પાડ્યુ છે અને 2.10 કરોડનો 7.5 કિલો હાઈબ્રીડ ગાંજાને જપ્ત કર્યો છે.
થાઈલેન્ડથી ગુજરાતમાં ગેરકાયદેસર રીતે ગાંજો ઘુસાડવાના માહિતી એપોર્ટ પોલીસને મળી હતી કે, થાઈલેન્ડથી આવી રહેલી ફ્લાઈટમાં કેટલાક શખ્સો હાઈબ્રીડ ગાંજો લઈને આવી રહ્યા છે.

બાતમીના આધારે એરપોર્ટ પોલીસ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી અને તપાસ દરમિયાન ઈન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલના ગેટ નંબર-2 પાસે આ 7 આરોપી ઝડપાઈ ગયા હતા.
ડીસીપી ઝોન-4 ડો.કાનન દેસાઈ અને એરપોર્ટ પોલીસ સ્ટેશનના પી.આઈ એસ.જી.ખાંભલાની ટીમને બાતમી મળી હતી કે થાઈલેન્ડથી આવી રહેલી ફ્લાઈટમાં કેટલાક શખ્સો હાઈબ્રીડ ગાંજાનો જથ્થો લઈને આવી રહ્યા છે.
આ માહિતીના આધારે વોચમાં બેઠેલા એરપોર્ટ પોલીસની ટીમે ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-૨ના ગેઇટ પાસેથી હાઈબ્રીડ ગાંજાના જથ્થા સાથે 7 આરોપીની ધરપકડ કરી લીધી છે.
થાઈલેન્ડથી આ પ્રકારે રાજ્યમાં ગાંજા ઘુસાડવા મામલે તપાસમાં જાણવા મળ્યુ હતુ કે, પેથાપુરમાં રહેતા મનિષા ખારાડી નામની યુવતી તેના પ્રેમી સમીરના કહેવાથી થાઈલેન્ડથી હાઈબ્રીડ ગાંજાનો જથ્થો લઈને આવી રહી હતી ત્યારે તે ઝડપાઈ ગઈ હતી.
આ મનિષા નામની યુવતી આ ગાંજાનો જથ્થો તેના પ્રેમી અશરફ ખાન ઉર્ફે સમીરને આપતી હતી. થાઈલેન્ડ જનારા તમામ આરોપીનો ખર્ચ આ મુખ્ય આરોપી અશરફ ઉર્ફે સમીર કરતો હતો. હાલ આ મુખ્ય આરોપી સમીર ફરાર છે. પોલીસે આ આરોપીની શોધખોળ આદરી છે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ










Click it and Unblock the Notifications
