Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય પર પથ્થર મારો, ભાજપ, બજરંગ દળ અને VHP પર લાગ્યો આરોપ
Ahmedabad: રાહુલ ગાંધીએ સંસદમાં આપેલા નિવેદન બાદ અમદાવાદમાં કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે યુવા મોરચા ભાજપના કાર્યકરો પથ્થરમારો કર્યો હોવાનો આરોપ કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવી રહ્યો છે. આ ઘટનામાં એક પોલીસ કર્મચારી ઘાયલ થયો હોવાના પણ અહેવાલ છે.
સોમવારના રોજ લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ હિન્દુઓને લઈને આપેલા નિવેદન બાદથી રાજકારણ ગરમાયું છે. શાસક પક્ષના તમામ મંત્રીઓએ તેમના નિવેદન પર રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે.
રાહુલ ગાંધીના નિવેદન બાદ ઘણી જગ્યાએ તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો, અને હિંસા થઈ હોવાના અહેવાલો પણ સામે આવી રહ્યા છે.

આવા સમયે કોંગ્રેસના નેતા અને પક્ષના પ્રવક્તા હેમાંગ રાવલે દાવો કર્યો છે કે, ગઈકાલે રાત્રે ભાજપ, બજરંગ દળ અને વીએચપી સાથે જોડાયેલા લોકોએ સંસદમાં રાહુલ ગાંધીની હિન્દુઓ પર કરેલી ટિપ્પણીના વિરોધમાં અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારો કર્યો હતો. આ મામલે પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
હેમાંગ રાવલે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી એ સાચુ જ કહ્યુ હિન્દુ હિંસક નથી, પરંતુ આ હિન્દુત્વના નામે રાજનીતિ કરનારા ખુબજ હિન્સક છે. ગઈ રાત્રે અમદાવાદમાં ફેક હિન્દુઓએ ફક્ત રાજીવ ગાંધી ભવન પરજ નહી, પરંતુ ચોકીદાર તેમના પત્ની, દીકરા અને તેમની સગર્ભા દીકરી પર પણ હુમલો કરવામા આવ્યો હતો.
ટાઈમ્સ નાઉના અહેવાલ મુજબ, બજરંગ દળના કાર્યકર્તાઓ રાહુલ ગાંધીના હિન્દુ વિરોધી નિવેદનોને લઈને ખૂબ નારાજ હતા. જેના કારણે તેઓએ રોષ ઠાલવ્યો હતો અને કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ કરી હતી, અને ત્યાંના પોસ્ટર પણ ફાડી નાખ્યા હતા.
#WATCH | Ahmedabad | Congress leader & party spokesperson Hemang Raval claims that people belonging to BJP, Bajrang Dal and VHP pelted stones at the Congress office in Ahmedabad last night, in protest against Rahul Gandhi's comment on Hindus made in Parliament yesterday. Police… pic.twitter.com/ls1JIbON56
— ANI (@ANI) July 2, 2024
રાહુલ ગાંધીના કથિત હિન્દુ વિરોધી વલણની ટીકા કરતા બજરંગ દળના કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલયમાં પોસ્ટરો ચોંટાડીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. કેટલાક પોસ્ટરો પર કાળી શાહી લગાવવામાં આવી હતી. વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ગુજરાત દ્વારા પણ આ ઘટનાને લગતો વીડિયો ફેસબુક પર શેર કરવામાં આવ્યો છે.
Gujarat | Congress leader & party spokesperson Hemang Raval claims that people belonging to BJP, Bajrang Dal and VHP pelted stones at the Congress office in Ahmedabad last night, in protest against Rahul Gandhi's comment on Hindus made in Parliament yesterday pic.twitter.com/oAytakTCQE
— ANI (@ANI) July 2, 2024
રાહુલ ગાંધીએ હિન્દુઓ વિરુદ્ધ ભાષણ આપ્યું - ઉલ્લેખનીય છે કે, વિપક્ષી પાર્ટીના નેતા રાહુલ ગાંધી સોમવારે (1 જુલાઈ) 18મી લોકસભામાં પોતાનું પહેલું ભાષણ આપી રહ્યા હતા. બેઠક દરમિયાન તેમણે વડાપ્રધાન મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકાર પર ખુલ્લેઆમ પ્રહારો કર્યા હતા.
અમદાવાદમાં પથ્થરમારો
— Jay Acharya ( Journalist ) (@AcharyaJay22_17) July 2, 2024
રાહુલ ગાંધીએ સંસદ માં આપેલા નિવેદન બાદ અમદાવાદમાં કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે કોંગ્રેસ - યુવા મોરચા ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ
બંને પક્ષોના કાર્યકરો વચ્ચે સામ સામે થયો પથ્થરમારો, પથ્થરમારામાં એક પોલીસ કર્મી ઈજાગ્રસ્ત#Gujarat #Ahmedabad #BJP #Congress pic.twitter.com/FV90Rc7mrN












Click it and Unblock the Notifications
