પથ્થરમારાની ઘટનામાં કોંગ્રેસના પાંચ કાર્યકરોના જામીન કોર્ટે નામંજૂર કર્યા

Ahmedabad Court: અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા પથ્થરમારાની ઘટનામાં સંડોવાયેલા પાંચ કોંગ્રેસી કાર્યકરોના જામીન નામંજૂર કરવામાં આવ્યા છે. 2 જુલાઈના રોજ અમદાવાદમાં ગુજરાત રાજ્ય કોંગ્રેસના મુખ્યાલયની બહાર પથ્થરમારાની અથડામણમાં ભાજપના કેટલાક કાર્યકરો અને પોલીસકર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

અમદાવાદ સિટી સિવિલ અને સેશન્સ કોર્ટે જામીન નામંજૂર કરતા જણાવ્યું હતું કે, જાહેરમાં પથ્થર ફેંકવો ગુનો છે, અને જાહેરમાં કાયદો પોતાના હાથમાં લેવો અયોગ્ય છે.

આરોપીઓએ તેમના એડવોકેટ ગુલાબખાન પઠાણ મારફતે અમદાવાદ કોર્ટમાં જામીન અરજી કરી હતી. બુધવારના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જે બાદ ધરપકડ કરવામાં આવેલા સંજય બ્રહ્મભટ, મનીષ ઠાકોર, મુકેશ દંતાણી અને વિમલ કંસારા જેલમાં જ રહેશે.

સરકારી વકીલે જામીન આપવા સામે એવી દલીલ કરી હતી કે, આરોપીઓ અસામાજિક પ્રવૃતિઓમાં સંડોવાયેલા છે, અને સમાજમાં દાખલો બેસાડવા માટે તેમના જામીન નકારવા જોઈએ. બંને પક્ષોની દલીલો ધ્યાને લીધા બાદ કોર્ટે જામીન અરજી નામંજૂર કરી હતી.

આરોપીઓ પર રમખાણો, ગેરકાયદેસર સંગઠન બનાવવા, સરકારી કર્મચારીને નુકસાન પહોંચાડવા અને જીવને જોખમમાં નાખવાના આરોપોનો સામનો કરવો પડે છે. તેઓ હવે જામીન માટે હાઈકોર્ટમાં અપીલ કરી શકે છે.

Congress

વધુમાં, પોલીસે શહેઝાદ ખાન પઠાણ (AMC વિપક્ષના નેતા), પ્રગતિબેન નંદાણીયા, હેતાબેન પરીખ અને આ ઘટનામાં સામેલ અનામી કોંગ્રેસ અને ભાજપના કાર્યકરોના ટોળા સામે FIR દાખલ કરી છે. તેમની સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં 189(2), 191(2), 190, 191(3), 125(b), 121(1), અને 121(2)નો સમાવેશ થાય છે.

આ કેસમાં પોલીસે અગાઉ કોંગ્રેસના 5 કાર્યકરોની ધરપકડ કરીને રિમાન્ડ માટે અમદાવાદ મેટ્રો કોર્ટમાં રજૂ કર્યા હતા. પોલીસે 7 દિવસના રિમાન્ડની વિનંતી કરી હતી, પરંતુ કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

ગત શનિવારે સાંજે 4 કલાકે રિમાન્ડ પૂર્ણ થયા હતા. આરોપીઓને વહેલી સવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X