Ahmedabad: ફટાકડા ફોડવા બાબતે ખેલાયો ખુની ખેલ, ચાકુ મારી પિતા-પુત્રનું ઢીમ ઢાળ્યું
Ahmedabad Crime News:અમદાવાદ શહેરમાં દિવાળી તહેવાર દરમિયાન ફટાકડા ફોડવા બાબતે બે જૂથો વચ્ચે અથમણ થઇ હતી. આ દરમિયાન એક સમુહ દ્વારા ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં એક વ્યક્તિ અને તેના પુત્રનું મોત નિપજ્યુ હતું. આ સાથે તેનો ભત્રીજો પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે.
અમદાવાદ પોલીસે ઘટના વિશે જાણકારી આપતા જણાવ્યું હતું કે, રવિવારની મોડી રાત્રે રામોલ વિસ્તારની એક સોસાયટીમાં આ ઘટના ઘટી હતી. આ ઘટનામાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

હુમલામાં બે લોકોના મોત થયા - રામોલ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ એફઆઈઆરને ટાંકીને જણાવ્યું હતું કે, આરોપીઓએ 44 વર્ષીય ઓટો રિક્ષા ડ્રાઈવર વિજય શંકર બંશીલાલ અને તેમના પુત્ર ધીરેન્દ્ર સિંહની ચાકુ મારીને હત્યા કરી હતી. બંશીલાલનો 17 વર્ષનો ભત્રીજો આરોપીઓ દ્વારા કરવામાં આવેલા હુમલા દરમિયાન બે પીડિતોને બચાવતા ઘાયલ થયો હતો.
શું છે સમગ્ર ઘટના? - અધિકારીએ જણાવ્યું કે બંશીલાલની પત્નીએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું કે, લોકોની ચીસો સાંભળીને જ્યારે બંશીલાલ, તેની પત્ની, પુત્ર અને ભત્રીજો ઘરની બહાર નીકળ્યા તો આરોપીએ પહેલાનો ઝઘડો યાદ કરીને બધાને ગાળો આપવાનું શરૂ કર્યું હતું.
અધિકારીના જણાવ્યા અનુસાર, લડાઈ ઘાતક બની ગઈ, જ્યારે એક આરોપી દીપક મરાઠીએ પેટમાં એક છરો માર્યો. આ દરમિયાન બંશીલાલ પોતાના પુત્રને બચાવવા દોડ્યા, ત્યારે જૂથના અન્ય લોકોએ તેના પર ચાર વખત છરી વડે હુમલો કર્યો હતો.
એક આરોપીની ધરપકડ - અમદાવાદ પોલીસે જણાવ્યું કે, કેટલાક લોકો પીડિતોને એમ્બ્યુલન્સમાં સરકારી હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડૉક્ટર્સે પિતા-પુત્રને મૃત જાહેર કર્યા હતા. પોલીસે જણાવ્યું કે, આ કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આવા સમયે, અન્ય ત્રણ આરોપીઓને પકડવા માટે સતત પ્રયાસો ચાલુ છે.












Click it and Unblock the Notifications
