અમદાવાદ જિલ્લા કલેકટરે પ્રિ-મોન્સુન તૈયારીઓ માટે બેઠક બોલાવી

ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને વાવાઝોડાની સ્થિતિમાં રાહત અને બચાવ કામગીરી તથા વ્યવસ્થા માટેના આગોતરા આયોજન અને પૂર્વતૈયારીઓ માટે જિલ્લા કલેકટરે બેઠક બોલાવી હતી.

પ્રિ-મોન્સુન તૈયારીઓના ભાગરૂપે અમદાવાદ જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે.ની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. આ બેઠકમાં જિલ્લા કલેકટર દ્વારા આગોતરા આયોજન અને જરૂરી વ્યવસ્થાઓ અંગે ચર્ચા થઈ.

Ahmedabad District Collector

બેઠકમાં જિલ્લા કલેકટરે ચોમાસા દરમિયાન ભારેથી અતિભારે વરસાદ અને વાવાઝોડા જેવી સ્થિતિમાં આપત્તિ વ્યવસ્થાપન, સ્થળાંતર તથા રાહત બચાવની કામગીરી માટે આગોતરું આયોજન કરી શક્ય તેટલી ઝડપથી કામગીરી થાય તે મુદ્દે જરૂરી સૂચનો કર્યાં.

આ ઉપરાંત સંબંધિત વિભાગના અધિકારીઓને કરવાની થતી કામગીરી અંગે પૂર્વતૈયારીઓ સાથે એલર્ટ મોડ પર રહેવા સૂચના અપાઇ. વધુમાં શિસ્તબદ્ધ આયોજન અને તકેદારી સાથે કાર્ય કરવા નિર્દેશ કરવામાં આવ્યો.

લોકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તે રીતે કામ કરવા કલેકટરે ખાસ તાકીદ કરી. આ સાથે આરોગ્ય વિભાગ, માર્ગ અને મકાન વિભાગ તથા ફાયરબ્રિગેડ વિભાગને પણ સ્ટેન્ડ બાય રહેવા સૂચના અપાઈ હતી.

જિલ્લા કલેકટરે તમામ તાલુકાના પ્રાંત અધિકારી અને મામલતદારને સ્થાનિક લેવલે આગોતરું આયોજન કરી પ્રિ-મોન્સુન પ્લાન બનાવવા સૂચન કર્યું. ખાસ કરીને આશ્રય સ્થાન તરીકે ઉપયોગમાં લેવામાં આવનાર સ્થળ પર પણ જરૂરી તૈયારીઓ કરવા સૂચન કરાયું.

અમદાવાદ જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે.એ કહ્યું કે, વર્ષાઋતુ દરમિયાન સંભવિત પરિસ્થિતિઓને પહોંચી વળવા ટીમ અમદાવાદ કાર્યરત છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X