Ahmedabad East Lok Sabha Election Results 2024 LIVE Gujarati: અમદાવાદ પૂર્વ લાઇવ રિઝલ્ટ, હસમુખ પટેલ-હિંમતસિંહ
Ahmedabad East Lok Sabha Election Results 2024 LIVE Gujarati: લોકસભા ચૂંટણી 2024 સંપન્ન થઇ ગઇ છે અને આજે 4 જૂન 2024ના રોજ તમામ રાજનેતાઓની કિસ્મતનો ફેસલો થવાનો છે. ત્યારે લોકસભા ચૂંટણી 2024 રિઝલ્ટ આજે આવવાના હોય અમે લાવ્યા છીએ અમદાવાદ પૂર્વ બેઠકની તમામ લાઇવ અપડેટ આપતો એક વિશેષ આર્ટિકલ જ્યાં તમને અમદાવાદમાં કોને કેટલા વોટ મળ્યા? કોણ કોના વિશે શું બોલ્યું? જે-તે ઉમેદવારના હારનાં કે જીતના કારણો શું છે? વગેરે માહિતી આપીશું.

તો શરૂ કરતા પહેલાં અમદાવાદ પૂર્વ બેઠક વિશે થોડી વાત કરી લઈએ તો અમદાવાદ પૂર્વ લોકસભા સીટ 2008માં અસ્તિત્વમાં આવી હતી. પહેલી વખત આ બેઠક પર 2009માં લોકસભા ચૂંટણી થઈ હતી, જેમાં ભાજપના હરિન પાઠક જીત્યા હતા. બીજી ચૂંટણી 2014માં થઇ હતી જ્યારે અભિનેતા પરેશ રાવલ ભાજપની ટિકિટ પર આ સીટ જીત્યા હતા. 2019ની ચૂંટણીમાં ભાજપના હસમુખ પટેલ આ સીટ પર જીત્યા છે. એટલે કહીએ તો આ સીટ પર અત્યાર સુધીમાં 4 ચૂંટણી થઇ જેમાંથી 3માં ભાજપ જીત્યું છે અને ચોથી ચૂંટણીનું રિઝલ્ટ આજે આવી રહ્યું છે. ત્યારે અમદાવાદ પૂર્વ સીટ ભાજપનો ગઢ હોય આ સીટ પર કોંગ્રેસને જીતવું એક સપના બરાબર છે, આ સીટ પર ભાજપની જીત નિશ્ચિત જ છે.
અમદાવાદ પૂર્વ બેઠક પર કૂલ 44 ઉમેદવારોએ ફોર્મ ભર્યાં હતાં, જેમાંથી 14નાં ફોર્મ ચૂંટણીપંચે કોઈને કોઈ કારણસર રદ્દ કરી દીધાં હતાં તથા 5 ઉમેદવારોએ પોતાના ફોર્મ પાછાં ખેચી લીધાં હતાં. અંતે 18 ઉમેદવારોની કિસ્મતનો ફેસલો આજે જગજાહેર થશે. અમદાવાદ પૂર્વ બેઠક પર કોંગ્રેસના હિમ્મતસિંહ પ્રહલાદસિંહ પટેલ જ્યારે ભાજપના સિટિંગ એમપી હસમુખ પટેલ ચૂંટણી મેદાનમાં હતા.
લાઇવ અપડેટ
7:20 AM: અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક માટે 40 મિનિટમાં મતગણતરી ચાલુ થશે. લેટેસ્ટ અપડેટ માટે બન્યા રહો વનઈન્ડિયા ગુજરાતી સાથે.
8:00 AM - બેલેટ પેપરની મતગણતરી શરૂ થઇ ચૂકી છે. અમદાવાદ પૂર્વ બેઠક પર હસમુખ પટેલ આગળ ચાલી રહ્યા છે.
9:16 AM - અમદાવાદ પૂર્વ લોકસભાના ભાજપના ઉમેદવાર હસમુખ પટેલ 11200 મતથી આગળ .
9:33 AM - અમદાવાદ પૂર્વ લોકસભાના ભાજપના ઉમેદવાર હસમુખ પટેલ 24,300 મતથીઆગળ
9:57 AM - અમદાવાદ પૂર્વ બેઠક પર 53241થી હસમુખ પટેલ આગળ ચાલી રહ્યા છે.
12:31 PM - અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર 9 રાઉન્ડના અંતે ભાજપના હસમુખ પટેલને 3,59,417 મત મળ્યા. કોંગ્રેસના હિંમતસિંહ પટેલને 1,45,422 મત મળ્યા. ભાજપના હસમુખ પટેલ 2,13,995 મતથી આગળ ચાલી રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
