અમદાવાદનો ગાંધી આશ્રમનો રોડ હવે કાયમ માટે બંધ, આ વૈકલ્પિક માર્ગથી તમે જઈ શકશો
અમદાવાદ: અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા વધી રહી છે ત્યારે રિડેવલોપમેન્ટને કારણે વધુ એક માર્ગ બંધ કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેર પોલીસે એક સૂચનામાં માહિતી આપી છે કે, સાબરમતી આશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટને કારણે બત્રીસીનભવનથી કાર્ગો મોટર્સ સુધીનો 800 મીટરનો રસ્તો કાયમ માટે બંધ કરવામાં આવ્યો છે.
સ્પેશિયલ બ્રાન્ચ ઈન્ચાર્જ પોલીસ કમિશનર અને એડિશનલ ડીજીપી અજય ચૌધરી દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, સાબરમતી આશ્રમ અને સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટના પુનઃસ્થાપન અને પુનઃવિકાસમાં કેન્દ્ર અને રાજ્ય સામેલ છે, આની દેખરેખ માટે રચના કરવામાં આવી છે. આ કારણે 800 મીટરનો રસ્તો કાયમ માટે બંધ કરવામાં આવ્યો છે.

આ રસ્તો કાયમ માટે બંધ
નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, આ રિડેવલપમેન્ટની સુવિધા માટે આશ્રમ રોડ પર બત્રિસી ભવનથી કાર્ગો મોટર્સ સુધીનો રસ્તો કાયમ માટે બંધ કરવામાં આવશે. સુભાષ બ્રિજ સર્કલ અને વાડજ વચ્ચેની મુસાફરીને સરળ બનાવવા માટે 132 ફૂટ રિંગ રોડ પર સુભાષ બ્રિજ સર્કલથી રાણીપ બસ સ્ટેન્ડ તરફ મુસાફરી કરી શકે તેવા મુસાફરો માટે વૈકલ્પિક માર્ગ પ્રદાન કરવામાં આવ્યો છે.
આ રહેશે વૈકલ્પિક માર્ગ
મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમની આસપાસ રહેતા સ્થાનિકો અને આશ્રમની મુલાકાતે, પરિવહન કરનારા લોકો સુભાષબ્રિજથી આશ્રમ તરફ અવરજવર કરી શકશે. જેમાં વૈકલ્પિક માર્ગમાં સુભાષબ્રિજથી વાડજ તરફ જવા-આવવા માટે સુભાષબ્રિજ સર્કલથી પ્રબોધ રાવલ સર્કલ થઈ સીધા રાણીપ બસ સ્ટેન્ડથી ડાબી બાજુ વળીને નવા બનેલા માર્ગ થઈને કાર્ગો મોટર્સ થઈને સાબરમતી રીવરફ્રન્ટ માર્ગ (પશ્ચિમ) અને વાડજ તરફ અવરજવર કરી શકાશે.












Click it and Unblock the Notifications
